AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My Home Industries ને મળ્યો FTCCI પ્રતિષ્ઠીત એક્સલન્સ એવોર્ડ, CSR માટે મળ્યું સન્માન, જુઓ Video

માયહોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે 'એક્સલન્સ ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી' કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ જીત્યો છે. માય હોમ કંપની વતી, ટેકનિકલ ડિરેક્ટર વી.એસ. નારંગ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એચ આર જી. લક્ષ્મીનારાયણને, IT અને ઉદ્યોગ મંત્રી કેટીઆરના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

My Home Industries ને મળ્યો FTCCI પ્રતિષ્ઠીત એક્સલન્સ એવોર્ડ, CSR માટે મળ્યું સન્માન, જુઓ Video
My Home Industries received the prestigious FTCCI Excellence Award
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 12:01 AM
Share

માય હોમ ગ્રુપને વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે. માય હોમ ગ્રૂપને પ્રતિષ્ઠિત FTCCI પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેણે બાંધકામ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને ગ્રાહક સમર્થન મેળવી રહ્યું છે. ફેડરેશન ઓફ તેલંગાણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FTCCI) દ્વારા, ઉદ્યોગસાહસિકો માટે જાહેર કરાયેલ પુરસ્કારોમાંથી એક ‘એક્સલન્સ ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ કેટેગરીમાં માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને એક્સેલન્સ એવોર્ડ મળ્યો. IT અને ઉદ્યોગ મંત્રી કેટી રામા રાવના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હૈદરાબાદના HICC નોવાટેલ ખાતે આયોજિત FTCCI એક્સેલન્સ એવોર્ડ ઈવેન્ટમાં રાજ્યના IT અને ઉદ્યોગ મંત્રી કેટી રામા રાવ મુખ્ય અતિથિ હતા. કેટીઆરએ કહ્યું કે, છેલ્લા નવ વર્ષથી અમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે આઈટી, ફાર્મા, ટેક્સટાઈલ, મેડિકલ અને લાઈફ સાયન્સના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે મુચરલામાં ફાર્મા, સુલતાનપુરમાં તબીબી ઉપકરણો અને રસીના ક્ષેત્રમાં વિશ્વભરમાં ઓળખ મેળવી છે. IT અને ઉદ્યોગ મંત્રી કેટી રામા રાવે કહ્યું કે ઉદ્યોગો સ્થાપવા માટે પરવાનગીની રાહ જોવાની જરૂર નથી અને તમામ પરવાનગીઓ માત્ર 15 દિવસમાં આપવામાં આવી રહી છે અને વ્યાપક સંતુલિત વિકાસ એ તેલંગાણા સરકારનું લક્ષ્ય છે.

આ કાર્યક્રમમાં ગ્રીનકો ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ, એમડી અનિલ કુમાર અને ઉદ્યોગ સચિવ જયસુખ રંજન ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલ 22 કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

Technical Director V.S. Narang, Senior Vice President HR Lakshminarayan

માયહોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે ‘એક્સલન્સ ઇન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ જીત્યો છે. માય હોમ કંપની વતી, ટેકનિકલ ડિરેક્ટર વી.એસ. નારંગ અને વરિષ્ઠ ઉપપ્રમુખ એચ આર જી. લક્ષ્મીનારાયણને, IT અને ઉદ્યોગ મંત્રી કેટીઆરના હસ્તે એવોર્ડ મળ્યો હતો.

આ પ્રસંગે ટેકનિકલ ડિરેક્ટર વી.એસ. નારંગે જણાવ્યું હતું કે, માય હોમ ગ્રૂપ કંપની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજની સુખાકારીમાં સતત સુધારો કરવા પ્રતિબદ્ધ છે. નારંગે જણાવ્યું હતું કે માય હોમ ગૃપ દ્વારા અમે મેડિકલ કેમ્પ, આંખના કેમ્પ, વેટરનરી કેમ્પનું આયોજન કરીને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા કેમ્પનું આયોજન કરીએ છીએ.

માય હોમ ગ્રૂપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એચઆર લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર દર વર્ષે લગભગ રૂ. 30 કરોડનો ખર્ચ થાય છે. લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું કે શૌચાલય બનાવીને, શાળાઓ અને ગામડાઓમાં પીવાનું આરોગ્યપ્રદ પાણી પૂરું પાડીને સામાજિક જવાબદારી તરીકે કામ કરે છે. રસ્તાઓનું નિર્માણ કરીને, સ્ટ્રીટ લાઇટ પૂરી પાડીને અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">