AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુઝફ્ફરનગરમાં આજે 50 ખાપ પંચાયતનું આયોજન, કુસ્તીબાજોના આરોપો અને પોલીસ કાર્યવાહી પર થશે ચર્ચા

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જાહેરાત કરી કે તેઓ તમામ મેડલ ગંગા નદીમાં પધરાવી દેશે. કુસ્તીબાજો હરિદ્વાર પહોંચ્યા હતા. જેમાં ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા. પરંતુ નરેશ ટિકૈત સહિત તમામ ખેડૂતોએ તેમને તેમ ન કરવા સમજાવ્યા હતા.

મુઝફ્ફરનગરમાં આજે 50 ખાપ પંચાયતનું આયોજન, કુસ્તીબાજોના આરોપો અને પોલીસ કાર્યવાહી પર થશે ચર્ચા
Khap Panchayat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:58 AM
Share

વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનો મુદ્દો આજે ગરમ થઈ શકે છે. ભારતીય કિસાન યુનિયનની જાહેરાત મુજબ આજે મુઝફ્ફરનગરમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવશે. ભાકિયુના રાષ્ટ્રીય અધ્યક્ષે આ ખાપ પંચાયતની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ, તેમાં 50 ખાપની ભાગીદારી થવાની સંભાવના છે. ટિકૈતે કહ્યું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીના સભ્યો તેમાં ભાગ લેવા મુઝફ્ફરનગર પહોંચશે.

મંગળવારે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જાહેરાત કરી કે તેઓ તમામ મેડલ ગંગા નદીમાં પધરાવી દેશે. કુસ્તીબાજો હરિદ્વાર પહોંચ્યા હતા. જેમાં ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા. પરંતુ ભાખિયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈત સહિત તમામ ખેડૂતોએ તેમને તેમ ન કરવા સમજાવ્યા હતા.

ત્યારબાદ કુસ્તીબાજોએ તેમના મેડલ ખેડૂત નેતાને અર્પણ કર્યા. મુઝફ્ફરનગરના સોરમ ગામમાં આજે હલચલ છે. પોલીસ બંદોબસ્ત પણ રહેશે. આ મહાપંચાયતમાં WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજોના જાતીય સતામણી, ડરાવવા સહિતના આરોપો પર ચર્ચા થશે. આ પછી ખાપ નિર્ણય લઈ શકે છે.

વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પાસે 45 આંતરરાષ્ટ્રીય મેડલ છે

આ રેસલર્સ પાસે 45 આંતરરાષ્ટ્રીય મેડલ છે. બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રિયો ગેમ્સમાં સાક્ષી મલિકે બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને વિનેશ ફોગાટ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. દિલ્હીમાં પાલમ 360 ખાપના પ્રમુખ ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે મંગળવારે કુસ્તીબાજોએ તેમના ચંદ્રકોને પધરાવવાનો ભાવનાત્મક નિર્ણય લીધો હતો. તેમને રોકવાની અમારી ફરજ હતી. વિરોધના ભાવિ અંગે ચર્ચા કરવા ગુરુવારે ખાપની બેઠક યોજાવા જઈ રહી છે. તેમનું કહેવું છે કે સંઘર્ષ કુસ્તીબાજોના નેતૃત્વમાં જ થશે. તમામ ખાપ અને ખેડૂત સંગઠનો તેમને સમર્થન આપશે.

આ પણ વાંચો : Sachin Pilot: ત્રણ વર્ષથી કોઈ પદ નથી, રાજેશ પાયલટની પુણ્યતિથિ પર સચિન લઈ શકે છે મોટો નિર્ણય !

ચૌધરી સુરેન્દ્ર સોલંકી પણ આજની મહાપંચાયતમાં ભાગ લેશે. પરંતુ આમાં કુસ્તીબાજોને સામેલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વ ખાપના મહાસચિવ સુભાષ બાલિયાને કહ્યું કે આ પંચાયતમાં સાંસદ પર કુસ્તીબાજોના આરોપો અને કુસ્તીબાજો પર પોલીસ કાર્યવાહી પર ચર્ચા થશે. હરિદ્વારથી પરત ફર્યા બાદ કુસ્તીબાજો ખૂબ જ નિરાશ થયા હતા.

સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ મેડલથી ભરેલું બોક્સ લઈને બેઠા હતા. જ્યારે તેના પતિ રેસલર સત્યવ્રત કડિયાન અને સોમવીર રાઠી તેને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય ખેલાડીઓમાંના એક, બજરંગ પુનિયા પાસે એક ઓલિમ્પિક મેડલ, ચાર વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ અને બે એશિયન મેડલ છે. આ ઘટના બાદ તે પણ ભાંગી પડ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">