MP: નીમચમાં પ્રશાસને તણાવવાળી જગ્યાથી દૂર સ્થાપિત કરી હનુમાનજીની મૂર્તિ, હિંદુ સંગઠનોએ આપી બંધની ચેતવણી
મધ્ય પ્રદેશના (Madhya Pradesh)નીમચમાં ઉભા થયેલા તણાવ બાદ તંત્રએ હનુમાનજીની મૂર્તિ વિવાદિત સ્થાનેથી હટાવી લીધી છે. પ્રશાસને સંપૂર્ણ વિધિ વિધાન અને પૂજા અર્ચન સાથે મૂર્તિને અન્યત્ર સ્થાપિત કરી છે.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) નીમચમાં ઉભા થયેલા તણાવ બાદ તંત્રએ હનુમાનજીની મૂર્તિ વિવાદિત સ્થાનેથી હટાવી લીધી છે. પ્રશાસને સંપૂર્ણ વિધિ વિધાન અને પૂજા અર્ચન સાથે મૂર્તિને અન્યત્ર સ્થાપિત કરી છે. મૂર્તિ હટાવવાના મુદ્દે હિંદુ સંગઠનો (Hindu sangthan) ગુસ્સામાં છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે (vishwa Hindu parishad) નીમચમાં બંધ રાખવાની ચેતવણી આપી છે. તેમજ આંદોલનની વાત પણ કરી છે.
તમને જણાવી દઈએ કે નીમચમાં સોમવારે રાત્રે ઉભા થયેલા તણાવને મુદ્દે પોલીસની બેદરકારી સામે આવી છે. હિંદી વર્તમાન પત્ર દૈનિક ભાસ્કર મુજબ એક સંસ્થા પાસેથી મળેલા પત્રમાં સંસ્થાએ પોલીસને જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો તોફાન અને અશાંતિ ફેલાવાવના પ્રયત્નમાં લાગેલા છે. જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. જોકે પોલીસે આ અંગે એક્શન લીધા નહોતા.
વાસ્તવમાં સહકારી સાર્વદનિક વાચનાલય અને પુસ્તકાલય નીમચે 26 ફેબુ્આરી 2022ના રોજ નીમચ સિટી થાના પ્રભારીને પત્ર લખ્યો હતો. જેની કોપી કલેકટર અને એસપીને મોકલવામાં આવી હતી. પત્રમાં સંસ્થાના અધ્યક્ષ પારસમલ પટવાએ કહ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વોએ વાચનાલયની સીમામાં લીલા ઝંડા લગાડી દીધા છે. તેમજ બારી બારણાં પણ તોડફોડ કરી હતી. ધાર્મિક ભાવનાઓ ભડકાવીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે તો તે અંગે સંજ્ઞાન લેવામાં આવે.
તણાવ વાળી જગ્યાએ તૈનાત છે પોલીસ કાફલો
નીમચમાં સોમવારે થયેલી ઘટના બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે તણાવવાળા સ્થળે પોલીસ કાફલો તૈનાત છે. પોલીસ અને પ્રશાસને અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરી છે તો આખા વિસ્તારમાં બેરિકેટિંગ કરીને અવનારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ છે સમગ્ર ઘટના
મધ્યપ્રદેશના નીમચ સિટીમાં સોમવારે સાંજે બે સમુદાય વચ્ચે એક ધાર્મિક સ્થળ અંગે વિવાદ શરૂ થયો હતો. વિવાદમાં બને પક્ષ તરફથી પત્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે (Police)મોર્ચો સંભાળ્યો હતો. નીમચ સિટીની કચેરીમાં બનેલા એક સમુદાયના (દરગાહ)ની નજીકમાં જ બીજા સમુદાયે પ્રતિમા(હનુમાનજી)ની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રશાસને સમજાવટની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ સમય જતા બંને પક્ષ ઉગ્ર થઈ ગયા હતા અને પત્થરમારો શરૂ કર્યો હતો. જેથી પોલીસે ભીડને વિખેરવા ટીયર ગેસનો ઉપયોગ પણ કર્યો હતો.