AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનવાને લઈને શિવરાજ સિંહે ચૌહાણે જાતે જ કર્યો આ મોટો ખુલાસો, જાણો શું કહ્યું

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 સીટમાંથી 163 સીટ પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસે માત્ર 66 સીટ પર જીત મેળવી છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુ મુજબ સીએમ શિવરાજસિંહે કહ્યું કે મોદીજી અમારા નેતા છે, તેમની સાથે કામ કરવુ સૌભાગ્યની વાત છે. ખુબ જ સારી વાત છે કે હું ભાજપનો કાર્યકર્તા છુ,

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનવાને લઈને શિવરાજ સિંહે ચૌહાણે જાતે જ કર્યો આ મોટો ખુલાસો, જાણો શું કહ્યું
Shivraj Singh ChouhanImage Credit source: File Image
| Updated on: Dec 05, 2023 | 4:26 PM
Share

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. હવે રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. તેની વચ્ચે મુખ્યપ્રધાન શિવરાજસિંહનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે હું મુખ્યપ્રધાન પદનો દાવેદાર નહતો અને ના છું. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કહ્યું કે હું એક કાર્યકર્તા છુ, તે મુજબ ભાજપ મને જે પણ કામ આપશે, તે કામ ખુબ જ ઈમાનદારીથઈ કરીશ.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 સીટમાંથી 163 સીટ પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસે માત્ર 66 સીટ પર જીત મેળવી છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુ મુજબ સીએમ શિવરાજસિંહે કહ્યું કે મોદીજી અમારા નેતા છે, તેમની સાથે કામ કરવુ સૌભાગ્યની વાત છે. ખુબ જ સારી વાત છે કે હું ભાજપનો કાર્યકર્તા છુ, હું જનતાનો દિલથી આભાર માનુ છુ, મારામાં જેટલુ સામર્થ હતુ, તેટલુ મેં કામ કર્યુ.

ભાજપની જીતના હિરો રહ્યા શિવરાજસિંહ

જણાવી દઈએ કે આ ચૂંટણીમાં સીએમ શિવરાજસિંહ ભાજપની જીતના હિરો રહ્યા છે. 64 વર્ષીય શિવરાજ સિંહે રાજ્યમાં સત્તા વિરોધી લહેરને માત આપીને ફરી એકવાર શાનદાર જીત મેળવી છે. ભાજપની આ જીતની પાછળ સૌથી વધારે ચર્ચા ‘લાડલી બહેના’ જેવી યોજનાની છે. જે ગેમ ચેન્જર માનવામાં આવે છે. જો કે પાર્ટીએ ચૂંટણી પહેલા જ તેમને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યા નથી.

શિવરાજસિંહે રચ્યો ઈતિહાસ

ખેડૂત પરિવારમાં જન્મેલા શિવરાજસિંહ ચૌહાણે સૌથી લાંબા સમય એટલે કે 16 વર્ષ 9 મહિના સુધી સતત મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન પદ પર રહેવાનો ઈતિહાસ રચ્યો છે. તે 4 વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે અને હવે ફરી એકવાર તે રાજ્યની કમાન સંભાળી શકે છે. મુખ્યપ્રધાનના દાવેદારોના લિસ્ટમાં શિવરાજનું નામ ટોપ પર છે.

2005માં પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા

શિવરાજ સિંહ ચૌહાણ 29 નવેમ્બર 2005માં પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપે વર્ષ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે સરકાર બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2018ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કર્યા પણ આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ આ થિયરી અપનાવી નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">