AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Monsoon Session: 20 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાહેરાત કરી હતી. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્ર 23 દિવસ ચાલશે અને તેમાં 17 બેઠકો હશે. સરકાર ચોમાસુ સત્રને ફળદાયી બનાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ તમામ વિપક્ષી પાર્ટીઓને સાર્થક ચર્ચા માટે અપીલ કરી હતી.

Parliament Monsoon Session: 20 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી
Parliament Monsoon Session
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 2:17 PM
Share

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાહેરાત કરી હતી. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્ર 23 દિવસ ચાલશે અને તેમાં 17 બેઠકો હશે. સરકાર ચોમાસુ સત્રને (Monsoon Session) ફળદાયી બનાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ તમામ વિપક્ષી પાર્ટીઓને સાર્થક ચર્ચા માટે અપીલ કરી હતી. બીજી તરફ વિપક્ષ મણિપુર (Manipur Violence) પર સરકારને ઘેરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. સંસદના નવા બિલ્ડીંગમાં સત્ર યોજાશે. આ ઈમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી

ચોમાસુ સત્ર તોફાની બની શકે છે. આ બેઠકો એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી છે. 22માં કાયદા પંચે નિષ્ણાતો અને ધાર્મિક સંગઠનો સહિત દેશભરના લોકોને આ અંગે પોતાનો અભિપ્રાય આપવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાથી આવ્યા છે. અહીં અમેરિકા સાથે 31 MQ-9 રીપર ડ્રોનની ડીલ કરવામાં આવી છે.

કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારને ઘેરી શકે

વિપક્ષનો આરોપ છે કે સરકારે આ ડીલ અંગે વધુ માહિતી આપી નથી. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી શકે છે. આ સિવાય મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસા થઈ રહી છે. ગૃહમંત્રીએ રાજ્યની મુલાકાત લીધી હતી પરંતુ પીએમ મોદી ત્યાં ગયા ન હતા. વિપક્ષ આ મુદ્દે વડાપ્રધાનને સવાલ કરવાના મૂડમાં છે.

આ પણ વાંચો : Uniform Civil Code: આલા હઝરત પરિવારની વહુએ UCCને કર્યું સમર્થન, PM મોદીને પત્ર લખી માન્યો આભાર

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">