મોહન ભાગવતે યુવાઓને કર્યા સંબોધિત કહ્યુ, ભારત તમામ વિવિધતાઓને સ્વીકારે છે

આરએસએસના વડાએ કહ્યું કે જીવનનું ધોરણ આપણે કેટલું કમાઇએ છીએ તેના આધારે નક્કી ન થવું જોઈએ, પરંતુ લોકોના કલ્યાણ માટે આપણે કેટલું પાછું આપીએ છીએ તેના આધારે નક્કી થવુ જોઇએ.

મોહન ભાગવતે યુવાઓને કર્યા સંબોધિત કહ્યુ, ભારત તમામ વિવિધતાઓને સ્વીકારે છે
RSS chief Mohan Bhagwat
TV9 GUJARATI

| Edited By: Niyati Trivedi

Aug 15, 2021 | 7:06 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત રવિવારે  કહ્યું કે ભારત એક બનવા માંગે છે કારણ કે વિશ્વ એક છે જેઓ અનેક છે અને તેમને એક કરવાના છે તેમના માટે એક રીત છે  જે ફિટ થઇ રહ્યા છે તેમને રાખવા જોઇએ બાકીનાને બહાર કાઢી દેવા જોઇએ.  પરંતુ આ આપણી રીત નથી. આને યૂનાઇટેડ કરવાનો માર્ગ ના કહેવાય. આ ક્યારેય ભારતનો રસ્તો રહ્યો નથી કારણ કે ભારત તમામ વૈવિધ્યતાને સ્વીકારે છે અને તેમને ભૂંસ્યા વગર સાથે ચલાવે છે.

અગાઉ, આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે વિકેન્દ્રિત ઉત્પાદનથી ભારતીય અર્થતંત્રને રોજગારી અને સ્વરોજગારની તકો પેદા કરવામાં મદદ મળશે.   દેશના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુંબઈની એક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ભાગવતે કહ્યું કે પ્રાકૃતિક સંસાધનોનું શોષણ ન થાય તેની ખાતરી કરવા માટે “નિયંત્રિત ગ્રાહકવાદ” જરૂરી છે.

આરએસએસના વડાએ કહ્યું કે જીવનનું ધોરણ આપણે કેટલું કમાઇએ છીએ તેના આધારે નક્કી ન થવું જોઈએ, પરંતુ લોકોના કલ્યાણ માટે આપણે કેટલું પાછું આપીએ છીએ તેના આધારે નક્કી થવુ જોઇએ.

તેમણે કહ્યું, ‘જ્યારે આપણે દરેકના કલ્યાણને ધ્યાનમાં લઈશું ત્યારે અમે ખુશ થઈશું. સુખી થવા માટે આપણને વધુ સારી આર્થિક સ્થિતિની જરૂર છે અને આ માટે આપણને આર્થિક મજબૂતાઈની જરૂર છે.

ભાગવતે કહ્યું કે ‘સ્વદેશી’ થવુ  એટલે “પોતાની શરતો પર” વ્યવસાય કરવો. તેમણે કહ્યું, ‘સરકારનું કામ ઉદ્યોગોને મદદ અને પ્રોત્સાહન આપવાનું છે.દેશના વિકાસ માટે જે જરૂરી છે તેનું ઉત્પાદન કરવા માટે સરકારે સૂચના આપવી જોઈએ. સરસંઘચાલકે કહ્યું કે ઉત્પાદન જન કેન્દ્રિત હોવું જોઈએ

આ પણ વાંચોMS Dhoni: આ કર્નલે ભારતીય સેના માટે એમએસ ધોનીના જુસ્સાને સલામ કરી, આઝાદીની 75 મી વર્ષગાંઠ પર કરી મોટી વાત

આ પણ વાંચોIndependence day 2021: ધ્વજવંદન સાથે જ નેતાજી ભૂલી ગયા રાષ્ટ્રગાન, પહેલી લાઈન બાદ સીધુ જ જય હે જય હે કરીને પુરૂ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati