G20 અંગે સર્વ પક્ષીય બેઠકમાં મોદીએ કહ્યુ, વિશ્વને ભારતની તાકાત દર્શાવવાની તક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અંગે બોલાવેલી સર્વ પક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વિવિધ રાજકીયપક્ષના નેતાઓની સાથોસાથ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. જો કે, ટીઆરએસના વડા અને તેલંગાણા રાજ્યના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ બેઠકમા હાજર રહ્યાં નહોતા.

G20 અંગે સર્વ પક્ષીય બેઠકમાં મોદીએ કહ્યુ, વિશ્વને ભારતની તાકાત દર્શાવવાની તક
PM Modi, Mamata Banerjee and Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 7:44 AM

ભારત દ્વારા યોજાનારી G20 સમિટ માટે સૂચનો મેળવવા, ચર્ચા કરવા અને રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે ગઈકાલ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને વિવિધ રાજકીય પક્ષોના વડાઓ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વ પક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સર્વપક્ષીય બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. જો કે, ટીઆરએસના વડા અને તેલંગાણા રાજ્યના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ બેઠકમા હાજર રહ્યાં નહોતા.

સોમવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં, વડાપ્રધાને ભારત માટે G20 અધ્યક્ષપદના મહત્વ અંગે જાણકારી આપીને વિવિધ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી, ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન અને બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક પણ આ બેઠકમાં હાજર હતા. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી અને રાજ્યના ભૂતપૂર્વ સીએમ અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ બેઠકમાં દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. વિદેશ પ્રધાન એસ જયશંકર, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ આ G20 પર બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી પણ હાજર રહ્યાં હતા. પ્રહલાદ જોશીએ સર્વપક્ષીય બેઠકની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.

દુનિયાને ભારતની તાકાત બતાવવાની અનોખી તકઃ મોદી

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિવિધ G20 કાર્યક્રમોના આયોજનમાં તમામ નેતાઓ પાસેથી સહકાર માંગ્યો હતો. તેમણે કહ્યું કે G20 પ્રેસિડેન્સી ભારતના મોટા મહાનગરોની બહાર પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આ દરમિયાન દેશના દરેક ભાગની વિશિષ્ટતા લાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું G20 પ્રમુખપદ સમગ્ર રાષ્ટ્ર માટે છે, G20 પ્રમુખપદ વિશ્વને પોતાની તાકાત બતાવવાની અનોખી તક છે. ભારતના G20 પ્રમુખપદે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે વિશાળ તકો લાવશે.

પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું કે ભારતની G-20 અધ્યક્ષતા પર સર્વપક્ષીય બેઠક ઉપયોગી હતી. હું તે તમામ નેતાઓનો આભાર માનું છું જેમણે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો અને તેમના વિચારો શેર કર્યા. G20 પ્રમુખપદ આખા દેશનું છે અને આપણને આપણી સંસ્કૃતિ દર્શાવવાની તક મળશે.

મમતા બેનર્જીએ ‘G-20ના લોગો’ પર પ્રશ્ન ઉઠાવ્યો

આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે G-20 લોગોમાં કમળના ફૂલનો ઉપયોગ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. પરંતુ તે આ અંગે કંઈ કહેશે નહીં, કારણ કે જો આ મુદ્દાની જાહેરમાં ચર્ચા થશે તો તેનાથી દેશને નુકસાન થશે. આ દેશ માટે પણ સારું રહેશે નહીં મુખ્યપ્રધાન બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર G-20 સમિટના લોગો માટે કમળના ફૂલ સિવાય અન્ય કોઈ રાષ્ટ્રીય પ્રતીક પસંદ કરી શકી હોત, કારણ કે કમળનું ફૂલ રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક પણ છે.

 2023માં ભારતમાં યોજાશે G20 સમિટ

ભારતે ગત 1 ડિસેમ્બરે સત્તાવાર રીતે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું હતુ. આ વર્ષે ડિસેમ્બરથી દેશના અલગ-અલગ સ્થળોએ 200 થી વધુ G20 બેઠકો યોજાય તેવી સંભાવના છે. G20 નેતાઓની સમિટ આગામી 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્લીમાં યોજાવાની છે. G20 સમિટ અગાઉ દેશના અલગ-અલગ ભાગોમાં G20ની ઘણી બેઠકો યોજાશે સાથોસાથ સભાઓનું આયોજન કરવામાં આવશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">