મોદી સરકારનો મોટો નિર્ણય, કાશ્મીરથી રજા પર જતાં CRPFના જવાનોને મળશે હેલિકોપ્ટરની સુવિધા

પુલવામામાં થયેલા આતંકી હુમલાની બીજી વર્ષગાંઠ (14 ફેબ્રુઆરી)ના કેટલાક દિવસ પછી ભારત સરકારે કાશ્મીરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, કાશ્મીરથી રજા પર જતાં CRPFના જવાનોને મળશે હેલિકોપ્ટરની સુવિધા
Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 26, 2021 | 11:11 PM

પુલવામામાં થયેલા આતંકી હુમલાની બીજી વર્ષગાંઠ (14 ફેબ્રુઆરી)ના કેટલાક દિવસ પછી ભારત સરકારે કાશ્મીરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડી છે. જો લશ્કરી જવાનો કાશ્મીરમાંથી રજા પર જશે તો આઈ.ઈ.ડીના હુમલાઓને ટાળવા માટે તેમને એમ.આઈ-17 હેલિકોપ્ટર દ્વારા નજીકના સ્થળ પર રવાના કરવામાં આવશે.

આ નિર્ણયની જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ગુરુવારે  CRPF દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “મેગ્નેટિક આઈઈડી અને આરસીઆઈઈડીના ખતરાને ધ્યાનમાં રાખીને રજા પર ઘરે પરત ફરતા કર્મચારીઓને કાફલા પર આઈઈડી હુમલો થવાનું જોખમ ઘટાડવા માટે એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા તેમને નજીકના સ્થળે મોકલવામાં આવશે. જેમાં અઠવાડિયા ત્રણ પરિવહનના દિવસો નિર્ધારિત છે. “સીઆરપીએફે તેના જવાનોને એક પત્ર જારી કર્યો હતો, જેમાં હેલિકોપ્ટરની સુવિધા મેળવવા માટેના ફોર્મેટની વિગતો આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેએમ)એ દક્ષિણ કાશ્મીરના પુલવામા નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે પર CRPFના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે. હવે આ નવી સુવિધાના પગલે હવે જવાનો રોડ માર્ગે કાફલામાં મુસાફરી કરવાનું ટાળશે. પત્રમાં લખ્યું છે, સૈનિકોએ હેલિકોપ્ટર સુવિધા મેળવવા માટે તેમના એકમને સૂચિત કરવું પડશે અને ઓછામાં ઓછા એક દિવસ અગાઉ વિનંતી કરવી પડશે.

સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “આ લાંબા સમયથી મુલતવી રખાયેલો નિર્ણય હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. હવે જવાનો અને અધિકારીઓને અઠવાડિયામાં ત્રણ વખત બીએસએફ એમઆઈ-17 દ્વારા પરિવહન કરી શકશે. જે આઈઈડી બ્લાસ્ટના ભયને અટકાવશે આ નિર્ણય હમણા જ લેવામાં આવ્યો છે. આઈઈડી અને મેગ્નેટિક આઈઈડી દ્વારા બ્લાસ્ટની આપવામાં આવેલી ધમકીને ધ્યાનમાં રાખીને જવાનોને બચાવવા પગલા લેવામાં આવ્યા છે અને તે પુલવામા હુમલામાં નિશાન બનેલા માર્ગ દ્વારા કાફલાઓની અવરજવરને ટાળશે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત આપવામાં આવશે.

આ પણ વાંચો: RRB NTPC Phase 5 Admit Card 2021: જાણો ફેઝ 5ની પરીક્ષાનું Admit Card ક્યારે બહાર પાડશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati