Afghanistan War: અફઘાનિસ્તાથી શીખ અને હિંદુઓને કાઢવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પૂરી, વિદેશ મંત્રાલય અને જવાબદાર વિભાગ કરશે તમામ વ્યવસ્થા

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 7:44 PM

ભારત અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢવાનાના સતત પ્રયાસોમાં છે.  અફઘાનિસ્તાનમાંથી શીખો અને હિન્દુઓને બહાર કાઢવા પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે વિદેશ મંત્રાલય અને આ માટે જવાબદાર અન્ય વિભાગો તમામ વ્યવસ્થા કરશે. 

Afghanistan War: અફઘાનિસ્તાથી શીખ અને હિંદુઓને કાઢવા પર બોલ્યા કેન્દ્રીય મંત્રી હરદિપ સિંહ પૂરી, વિદેશ મંત્રાલય અને જવાબદાર વિભાગ કરશે તમામ વ્યવસ્થા
Hardeep singh puri (File Photo)

Follow us on

Afghanistan War: અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban)નો કબજો થઈ ગયો છે, જે બાદ મોટી સંખ્યામાં લોકો દેશ છોડવા લાગ્યા છે. કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર ભારે ભીડ એકઠી થઈ છે. જે બાદ અમેરિકન સૈનિકોને હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ભારત અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢવાનાના સતત પ્રયાસોમાં છે.  અફઘાનિસ્તાનમાંથી શીખો અને હિન્દુઓને બહાર કાઢવા પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે વિદેશ મંત્રાલય અને આ માટે જવાબદાર અન્ય વિભાગો તમામ વ્યવસ્થા કરશે.

હકીકતમાં, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કેન્દ્ર સરકારને અફઘાનિસ્તાનના ગુરુદ્વારામાં ફસાયેલા 200 શીખો સહિત તમામ ભારતીયોને બહાર કાઢવાની વિનંતી કરી અને કહ્યું  કે તેમની સરકાર આમાં તમામ મદદ કરવા તૈયાર છે. મુખ્યમંત્રીએ રવિવારે કહ્યું હતું કે દેશની તમામ સરહદો પર વધુ દેખરેખની જરૂર છે. અફઘાનિસ્તાનનું તાલિબાનના હાથમાં આવવુ ભારત માટે સારું નથી.

એર ઇન્ડિયાએ સોમવારે પૂર્વનિર્ધારિત એકમાત્ર દિલ્લી-કાબૂલ ફ્લાઇટને રદ્દ કરી જેથી કરીને અફઘાનિસ્તાનના હવાઇ ક્ષેત્રથી બચી શકાય. કાબુલ એરપોર્ટ સત્તાવાળાઓએ “અનિયંત્રિત” પરિસ્થિતિ જાહેર કરી તે બાદ એરલાઇને આ પગલું ભર્યું હતું.  ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે નિર્ધારિત આ એકમાત્ર વાણિજ્યક ફ્લાઇટ હતી અને એર ઇન્ડિયા એકમાત્ર વિમાનન કંપની છે જે બંને દેશો વચ્ચે વિમાનનુ પરિચાલન કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યુ કે સોમવારે વિમાનનન કંપનીએ અમેરિકાથી દિલ્લી આવી રહેલા પોતાના બે વિમાનના રસ્તા એ જ કારણે બદલીને સંયુક્ત અરબ અમીરાતના શારજાહથી કરી લીધો. સોમવારે એર ઇન્ડિયાની સાન-ફ્રાન્સિસ્કો-દિલ્લી ફ્લાઇટ અને શિકાગો-દિલ્લી ફ્લાઇટને શારજાહ વાળવામાં આવી. બંને વિમાન શારજાહ ઇંધણ ભર્યા બાદ દિલ્લી માટે રવાના થશે અને આ દરમિયાન અફઘાન હવાઇ ક્ષેત્રથી બચશે.

આ પણ વાંચોઅફઘાનિસ્તાનના ગુરુદ્વારામાં ફસાયેલા 200 શીખો સહિત ભારતીયોને પરત લાવવા પંજાબના મુખ્યમંત્રીએ સરકારને કરી અપીલ

આ પણ વાંચોTerrorist Arrest In Punjab: પંજાબને હચમચાવવાનું આતંકવાદી કાવતરું નિષ્ફળ, બે આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો જપ્ત

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati