CM ગેહલોતના મંત્રીના ઘરે ફરિયાદી સાથે ગેરવર્તણૂક, ધક્કા મારી બહાર નિકાળ્યાનો Video વાયરલ
ગેહલોત સરકારના કેબિનેટ મંત્રી મમતા ભૂપેશના સરકારી નિવાસસ્થાનનો 34 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મહિલા ફરિયાદીને તેના સ્ટાફ દ્વારા મંત્રીના ઘરેથી ધક્કા મારી કાઢી મુકવામાં આવી હતી.
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધી રહી છે ત્યારે રાજ્યમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ટક્કર આ દિવસોમાં ચર્ચામાં છે, ત્યારે હાલમાં જ ગેહલોત સરકારના એક કેબિનેટ મંત્રીના ઘરનો એક વીડિયો વાયરલ થયો છે.
મંત્રી મમતા ભૂપેશના સત્તાવાર નિવાસસ્થાનનો લગભગ 34 સેકન્ડનો એક વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક મહિલા ફરિયાદી મંત્રીના ઘરે દલીલ કરતી જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંત્રીના સ્ટાફે મહિલાને તેના ઘરથી ધક્કા મારી બહાર કરી હતી. મમતા ભૂપેશ હાલમાં રાજસ્થાન સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે.
મળતી માહિતી મુજબ સરકારી બંગલામાં આવેલી મહિલાને ધક્કો મારી બહાર કાઢવાની ઘટના મંત્રીની હાજરીમાં બની હતી. આ સમગ્ર ઘટના 18 જાન્યુઆરીની હોસ્પિટલ રોડ પર મંત્રીના સરકારી નિવાસસ્થાનની ઘટના હોવાનું કહેવામાં આવી રહી છે, આ વીડિયો શનિવારે સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
गहलोत सरकार की मंत्री ममता भूपेश के पास गुहार लेकर आई एक महिला को उसकी बेटी के सामने धक्के मार कर बाहर निकाला गया।
इस सरकार को आम महिलाओं का आवाज उठाना अपनी सीमा पार करना लगता है। #Rajasthan pic.twitter.com/NZha0ciciB
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) January 21, 2023
વાયરલ વીડિયો મુજબ ફરિયાદી મહિલા કહી રહી છે કે હું જે ઈચ્છું તે કરીશ, જ્યારે મંત્રીએ પણ જવાબ આપ્યો કે મારી સાથે જે થશે તે હું જોઈશ. આ પછી મંત્રી તેના નિવાસસ્થાનમાં જતી રહે છે. મંત્રી સાથે મહિલાની દલીલ પછી મંત્રીનો સ્ટાફે ફરિયાદી મહિલાને ત્યાંથી ધક્કો મારી ઘરની બહાર કાઢવામાં આવી હતી. જો કે આ ઘટના બાદ મંત્રીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મંત્રીની લોકસુનાવણીમાં ન સાંભળી ફરિયાદ
રાજ્ય કોંગ્રેસ મુખ્યાલયમાં સોમવારથી ગુરુવાર સુધી મંત્રીઓની જનસુનાવણી શરૂ કરવામાં આવી હતી, જ્યાં સામાન્ય લોકોને તેમની ફરિયાદો સાથે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં છેલ્લા કેટલાક સમયથી જનસુનાવણી બંધ કરવામાં આવી હતી, આવી સ્થિતિમાં ફરિયાદીને ફરિયાદ લઈને સરકારી બંગલે જવું પડે છે.
આવી સ્થિતિમાં ફરિયાદી મહિલાને મંત્રીના ઘરની બહાર ધકેલી દીધા બાદ હવે મંત્રીઓની જાહેર સુનાવણી અને જનતા સાથેના વર્તન પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના બાદ ભાજપ ગેહલોત સરકાર પર પ્રહારો કરી રહી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે ગેહલોત સરકારમાં સામાન્ય મહિલાઓનો અવાજ ઉઠાવવો તેની હદ વટાવી હોવાનો લાગી રહ્યું છે.
રાહુલ ગાંધીના આદેશનો અનાદર
ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ રાજસ્થાનના તમામ નેતાઓને કહ્યું હતું કે સરકારના મંત્રીઓના દરવાજા જનતા માટે હંમેશા ખુલ્લા હોવા જોઈએ અને રાહુલે ઘણી વખત મંત્રીઓ અને ધારાસભ્યોને જનતાની વચ્ચે રહેવાની સલાહ પણ આપી છે અને જાહેર સુનાવણી યોજવાની પણ સલાહ આપી હતી.
આ સિવાય ખુદ CM અશોક ગેહલોતે અને રાજ્યના પ્રભારીઓએ પણ ઘણી વખત ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને જનતા સાથે સંપર્ક જાળવી રાખવા સૂચના આપી છે.