Sabarkantha : રાજસ્થાન સરકારની સાબરમતી-સેઈ નદી પર ડેમ બનાવવાની યોજના, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વિરોધનો વંટોળ
1972માં ધરોઈ જળાશય યોજના બની રહી હતી ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈ પણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર રાજસ્થાન સરકારે કર્યો હતો.
સાબરમતી-સેઈ નદી પર ડેમ બનાવવાની યોજનાને 2558 કરોડના ખર્ચે રાજસ્થાન સરકારે બજેટમાં સ્થાન આપ્યું છે. જેને લઈ ગુજરાત-રાજસ્થાનની સીમાને અડીને આવેલા ગામોમાં ભારે વિરોધ શરૂ થયો છે. રાજસ્થાન સરકારે 1972માં ધરોઈ જળાશય યોજના બની રહી હતી ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈ પણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કર્યો હતો. પરંતુ રાજસ્થાન સરકારે કોઈપણ પરવાનગી વગર યોજના બનાવતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.
અંદાજીત 1.50 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થશે !
સ્થાનિકોનો આક્ષેપ છે કે બંને નદી પર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજે એક લાખ પચાસ હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે. માટે જળાશય બનવવામાં આવશે તો સ્થાનિકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ રોષે ભરાયેલા સ્થાનિક આગેવાનોએ ખેડબ્રહ્માના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ડેમની યોજનાને નામંજૂર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી