AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Best Friend Day 2021: મિત્રનો આભાર માનવા નથી મળતા શબ્દો? તો આ ખાસ વાંચો

National Best Friend Day 2021: આજના બેસ્ટ ફ્રેન્ડ્સ દિવસ પર તમારા મિત્રને તમે શુભેચ્છા પાઠવવા માંગતા હોવ અને શબ્દો નાં મળતા હોય તો આ લેખ ખાસ તમારા માટે છે.

National Best Friend Day 2021: મિત્રનો આભાર માનવા નથી મળતા શબ્દો? તો આ ખાસ વાંચો
National Best Friend Day 2021
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 2:48 PM
Share

આજે નેશનલ બેસ્ટ ફ્રેન્ડ્સ ડે છે. દર વર્ષે 8 જૂને આ દિવસને ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ અને શ્રેષ્ઠ મિત્રને માન આપવા માટે ઉજવવામાં આવે છે. મોટાભાગે આ દિવસ US માં ઉજવાતો આવ્યો છે, અને ટ્રેન્ડના કારણે હવે વિશ્વમાં પણ ઠેર ઠેર ઉજવાય છે. એવો મિત્ર કે જેને તમે દરરોજ મળી શકતા નથી, પણ જ્યારે તમને જરૂર હોય ત્યારે તે સૌથી પહેલા હાજર રહેશે. કુટુંબ પછી, કોઈપણ વ્યક્તિના નજીકના મિત્રો જ તેનું બીજું કુટુંબ છે.

આ વર્ષે કોરોનાના લીધે, લોકો આજના આ બેસ્ટ ફ્રેન્ડ્સ દિવસ પર શુભેચ્છા પાઠવવા તેમના બેસ્ટ મિત્રોની મુલાકાત લઈ શકતા નથી. પણ તેના બદલે, તમે તમારા બેસ્ટ ફ્રેન્ડસને શુભેચ્છાઓ અને ફોટાઓ તો મોકલી જ શકો છો. જેથી તેઓને જાણ થાય કે આ મુશ્કેલ સમયમાં પણ તમે તેમને યાદ કરો છો.

શું છે આ દિવસનો ઇતિહાસ ?

ઘણા લોકો આ દિવસના ઇતિહાસથી અજાણ હશે. યુએસએમાં આ દિવસની શરૂઆત વર્ષ 1935 માં થઈ હતી. ત્યારથી દર વર્ષ 8 જૂને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમય જતાં આ દિવસની ઉજવણી વિશ્વભરના અન્ય દેશોમાં થવા લાગી. આ દિવસ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય છે, કારણ કે તેઓ પાર્ટી કરે છે અને દર વર્ષે ખાસ દિવસની ઉજવણી માટે એક સાથે ભેગા થાય છે.

આ દિવસનું મહત્વ

વ્યક્તિના જીવનમાં તેમના શ્રેષ્ઠ મિત્રોનું મહત્વ બતાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અન્ય મિત્રો ફક્ત આપણા સારા સમયમાં જ સાથે હોય છે, ત્યારે બેસ્ટ ફ્રેન્ડ જીવનની દરેક મુસીબતમાં એકબીજાને ટેકો આપે છે. તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે આ દિવસ બેસ્ટ છે. આજના આ સ્પેશ્યલ દિવસે તમે તમારા મિત્રો માટે આ સંદેશા મોકલી શકો છો.

“મિત્રતા શીખવી એ વિશ્વની સૌથી મુશ્કેલ બાબત છે. કારણ કે તે એવી વસ્તુ નથી જે તમે શાળામાં શીખી શકાય છે. પરંતુ જો તમે મિત્રતાનો અર્થ ન શીખ્યા હો, તો તમે કંઈપણ શીખ્યા નહીં.”

“મિત્રતા જીવનમાં પ્રેમ કરતા પણ વધારે મહત્વની છે. મિત્રતા શેરિંગ સિવાય કશું જ હોતી નથી. હેપી નેશનલ બેસ્ટ ફ્રેન્ડ્સ ડે.”

“મારી પાછળ ન ચાલો; હું જીવી શકતો નથી. મારી સામે ન ચાલો; હું અનુસરી શકું નહીં. ફક્ત મારી બાજુમાં ચાલો અને મારા સારા મિત્ર બનો.”

“મિત્રો તો ઘણા ઝડપથી બનાવી શકાય છે. પરંતુ મિત્રતા એ ધીરે-ધીરે પાકતું ફળ છે. મિત્રતા તમારા સારા સમયને વધુ સારો અને મુશ્કેલ સમયને વધુ સરળ બનાવશે. તમારી સંભાળ અને સાથ માટે હું ક્યારેય શબ્દોમાં તમારો આભાર માની શકીશ નહીં. હેપી નેશનલ બેસ્ટ ફ્રેન્ડ્સ ડે.”

આ પણ વાંચો: World Brain Tumour Day 2021: સારવારમાં ના કરશો વિલંબ, જાણો સમયસર સારવાર કેમ છે જરૂરી?

આ પણ વાંચો: Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">