ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’
ઓડિશાની બાલાશોર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર પ્રતાપ ચન્દ્ર સારંગીને જીત મળી છે. તેમને BJDના રબિન્દ્ર કુમાર જેનાને 12,956 મતોથી હરાવ્યા છે. વર્ષ 2014માં તે હારી ગયા હતા પણ આ વખતે તેમને જીત મેળવી છે. સોશિયલ મીડિયા પર હાલમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. લોકો તેમને ઓડિશાના ‘મોદી’ કહેવા લાગ્યા છે. સારંગી ઘણાં […]
ઓડિશાની બાલાશોર લોકસભા સીટ પરથી આ વખતે ભાજપના ઉમેદવાર પ્રતાપ ચન્દ્ર સારંગીને જીત મળી છે. તેમને BJDના રબિન્દ્ર કુમાર જેનાને 12,956 મતોથી હરાવ્યા છે. વર્ષ 2014માં તે હારી ગયા હતા પણ આ વખતે તેમને જીત મેળવી છે.
સોશિયલ મીડિયા પર હાલમાં તેમની ચર્ચાઓ થઈ રહી છે. લોકો તેમને ઓડિશાના ‘મોદી’ કહેવા લાગ્યા છે. સારંગી ઘણાં વર્ષોથી સમાજસેવામાં લાગેલા છે. અત્યાર સુધી તેમને લગ્ન પણ નથી કર્યા. સાંરગી ઝુપડામાં રહે છે અને તેમની આર્થિક સ્થિતી પણ નબળી છે પણ તેમના વિસ્તારની જનતા પર તેમની સારી પક્ડ છે.
પ્રતાપ સારંગીનો જન્મ બાલાસોરના ગોપીનાથપુરમાં એક ગરીબ પરીવારમાં થયો હતો. તેમને ઉત્કલ યૂનિવર્સિટીના ફકીર કોલેજમાંથી ગ્રેજયુએશન કર્યુ. તેઓ નાનપણથી જ ખુબ આધ્યાત્મિક હતા. તે રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા ઈચ્છતા હતા. તે માટે તેઓ ઘણીવાર મઠમાં પણ ગયા હતા પણ મઠવાળા લોકોએ તપાસ કરી કે તેમના પિતા નથી અને તેમની માતા એકલા રહે છે તો મઠવાળાઓએ તેમને તેમની માતાની સેવા કરવા માટે કહ્યું.
આ પણ વાંચો: વલ્ડૅકપનો ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે આ ટીમ
તેમને બાલાસોર અને મયૂરભંજ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઘણી સ્કુલો બનાવી છે. તેઓ બધી જ જગ્યાએ સાઈકલ લઈને જાય છે. લોકો કહે છે કે તેઓ નરેન્દ્ર મોદીના નજીકના છે અને જ્યારે પણ વડાપ્રધાન ઓડિશા આવે છે ત્યારે પ્રતાપ ચન્દ્ર સારંગીની મુલાકાત પણ કરે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]