કોરોનાની ત્રીજી લહેરની આગાહી વચ્ચે રાહતભર્યા સમાચાર, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 ટકા પુખ્ત લોકોને મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) મહામારી સામે ચાલી રહેલા યુદ્ધ અંગે વધારે એક સારા સમાચાર આપ્યા છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ દેશના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 100 ટકા પુખ્ત વસ્તીને આપવામાં આવ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરની આગાહી વચ્ચે રાહતભર્યા સમાચાર, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 ટકા પુખ્ત લોકોને મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ

કોરોનાની બીજી લહેર હજુ ધીમી પડી રહી છે. ત્યારે નિષ્ણાંતો તરફથી કોરોનાની ત્રીજી લહેરની સતત આગાહી કરવામાં આવી રહી છે. સરકાર પણ ત્રીજી લહેરને લઈને ખૂબ ચિંતીત છે.

 

ત્રીજી લહેર ઓછી ગંભીર બને તે માટે વેક્સિનેશન જ એકમાત્ર હથિયાર છે માટે સરકાર વેક્સિનેશન ઉપર સતત ભાર મુકી રહી છે, તેમજ વેક્સિનેશનના અભિયાનને ઝડપી બનાવી રહી છે. કોરોના વાઈરસની (Coronavirus) ત્રીજી લહેરના (Third Wave) ખતરાને પહોંચી વળવા માટે ભારતે રસીકરણની ગતિ વધારી છે. દેશમાં રસીકરણની સંખ્યા 73 કરોડને વટાવી ગઈ છે.

 

દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ  (Mansukh Mandaviya) મહામારી વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધ અંગે વધારે એક સારા સમાચાર આપ્યા છે.  દેશના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પુખ્ત વસ્તીના 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. મનસુખ માંડવિયાએ આ માટે ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કિમ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની પ્રશંસા પણ કરી છે.

 

વેક્સિનેશનનો આંકડો 73 કરોડને પાર કરી ગયો

ભારતમાં કોરોના સંક્રમણના કેસો હાલમાં નિયંત્રણમાં છે. દૈનિક આવતા કેસોનો આંકડો પણ નીચે આવ્યો છે, જોકે કોવિડની ત્રીજી લહેરનો ખતરો યથાવત છે. તેને જોતા સરકાર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

કોવિડ -19ના ગંભીર પરિણામોથી બચવા માટે સરકાર સતત લોકોને કોરોના રસીકરણ (Corona Vaccination)  કરાવવા અપીલ કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે આખી વસ્તીને વહેલી તકે રસી આપવામાં આવે, જેથી કોરોનાથી થતા નુકસાનને અટકાવી શકાય.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી કે દેશમાં શુક્રવારે 65.27 લાખ (65,27,175)થી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, ત્યારબાદ ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા હવે 73 કરોડ સુધી પહોંચી ગઈ છે. સરકારી અહેવાલમાં જણાવાયું છે કે 74,70,363 સત્રો દ્વારા રસીના 73 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે.

 

18થી 44ની વય જૂથના 29 કરોડ લોકોએ લીધો પ્રથમ ડોઝ

ભારતમાં કુલ રસીકરણનો આંકડો હવે 73,05,89,688 પહોંચી ગયો છે. 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18થી 44ની વયજૂથના 29,34,35,121 વ્યક્તિઓએ પ્રથમ ડોઝ લીધો છે અને કુલ 4,11,03,253 લોકોને બીજો ડોઝ મળી ગયો છે. જ્યારે 1,03,63,329 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 85,70,340 કામદારોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

 

ફ્રન્ટલાઈન કામદારોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1,83,35,452 ફ્રન્ટલાઈન કામદારોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 1,39,10,387 કામદારોને બીજો ડોઝ અપાય ગયો છે. આ દરમિયાન, 45-59 વય જૂથના 14,20,96,089 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 6,16,92,121 લોકોને બીજો ડોઝ મળ્યો છે. 60 વર્ષથી વધુ ઉંમરના 9,23,11,436 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 4,87,72,160 લોકોને બીજો ડોઝ મળ્યો છે.

 

 

આ પણ વાંચો :  Rajasthan police: સ્વિમિંગ પુલમાં રંગ-રેલીયા મનાવતા પોલીસ અધિકારી અને મહિલા કોન્સટેબલનો વિડીયો વાયરલ, એક પછી એક આટલા થયા સસ્પેન્ડ

 

Click on your DTH Provider to Add TV9 Gujarati