AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence : મણિપુર ફરી હિંસામાં 4ના મોત, કુકી સમુદાયે નેશનલ હાઈવે ખોલ્યો

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે મણિપુરમાં રવિવારે થયેલા ગોળીબારના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના ફાટી નિકળેલ વંશીય હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Manipur Violence : મણિપુર ફરી હિંસામાં 4ના મોત, કુકી સમુદાયે નેશનલ હાઈવે ખોલ્યો
Manipur Violence 4 more killed (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:52 PM
Share

મણિપુરમાં હિંસાની જ્વાળાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દરમિયાન, મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બંદૂકધારીઓ સાથે ગોળીબારમાં ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા છે અને 5 ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા ખોઇજુમંતાબી તે વિસ્તારની રક્ષા કરતા હતા. જ્યાં ગામમાં એક કામચલાઉ બંકર બનાવવામાં આવ્યું હતું. જ્યારે, યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન (KNO), બે મુખ્ય કુકી સંગઠનોએ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં નેશનલ હાઈવે-2 ખોલ્યો છે.

યુપીએફના પ્રવક્તા એરોન કિપજેન અને KNOના પ્રવક્તા સેલેન હોકીપે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરમાં શાંતિ અને સૌહાર્દની પુનઃસ્થાપના અને લોકોના જીવનમાં સામાન્યતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીના વિચારોને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશને નેશનલ હાઈવે-2 પર કાંગુઈ (કાંગપોકપી) ખાતેના નાકાબંધીને તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લીધો છે.

નેશનલ હાઈવે-2 છેલ્લા બે મહિનાથી બંધ હતો

તેમનું કહેવું છે કે, રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક પ્રસંગોએ નાગરિક સમાજના સંગઠનો, ગામના આગેવાનો, યુવા અને મહિલા આગેવાનો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હકીકતમાં, મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી, કુકી સંગઠનોએ NH-2 ને બ્લોક કરી દીધો હતો અને મેના અંતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પછી તેને અસ્થાયી રૂપે ખોલવામાં આવ્યો હતો.

પીટીઆઈએ ઘટનાક્રમની નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, નાકાબંધી હટાવવાનો નિર્ણય ગુવાહાટીમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે UPF, KNO અને અન્ય કુકી જૂથોની તાજેતરની બેઠક પછી લેવામાં આવ્યો હતો.

મણિપુર હિંસામાં 100 થી વધુ લોકો માર્યા ગયા

મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રવિવારે ગોળીબારના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પૂર્વોત્તર રાજ્યમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઈતેઈ જાતિના લોકો છે. આ લોકો મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી જાતિમાં આવતા નાગા અને કુકી જ્ઞાતિના લોકો વસ્તીના 40 ટકા જેટલા થાય છે. તેઓ મોટાભાગે પહાડી વિસ્તારમાં આવેલ જિલ્લાઓમાં રહે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">