National News: બંને હાથથી ઝડપથી લખે છે આ છોકરી, અનેક ભાષાઓમાં પારંગત આદિનું નામ નોંધાયું વર્લ્ડ રેકોર્ડમાં

|

Apr 13, 2022 | 7:53 PM

મેંગલુરુની (Mangalurus) આ છોકરીએ નાની ઉંમરમાં જ એટલું મોટું પરાક્રમ કર્યું કે, તેણે દેશનું નામ રોશન કર્યું. વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારી 18 વર્ષની સ્વરૂપા તેના બંને હાથોથી એક જ સમયે એક જ ઝડપે કંઈપણ લખે છે. તેણે એક-બે નહીં પરંતુ 6થી 7 ભાષાઓમાં પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે.

National News: બંને હાથથી ઝડપથી લખે છે આ છોકરી, અનેક ભાષાઓમાં પારંગત આદિનું નામ નોંધાયું વર્લ્ડ રેકોર્ડમાં
aadi sawaroopa

Follow us on

તમે ક્યારેય તમારા બંને હાથ વડે એક સાથે બે અલગ-અલગ વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો તમે એક વાર ચોક્કસ તે કરી જૂઓ, તમે જાતે જ સમજી શકશો કે બંને હાથથી અલગ-અલગ દિશામાં કામ કરવું કેટલું અઘરું છે, પરંતુ 18 વર્ષની યુવતીએ પોતાના હાથ વડે એવું કૌશલ્ય (Skill) બતાવ્યું કે, જોનારાઓ દંગ રહી ગયા.

કર્ણાટકના મેંગલુરુની (Mangalurus) રહેવાસી આદિ (Aadi) સ્વરૂપાએ નાની ઉંમરમાં જ એટલું મોટું કામ કર્યું છે કે, તેણે માત્ર માતા-પિતા, શહેર, રાજ્ય જ નહીં, પરંતુ દેશનું પણ નામ રોશન કર્યું છે. આદિ તેના બંને હાથ વડે વારાફરતી, સમાન ઝડપે, કંઈપણ લખે છે. એટલું જ નહીં, તે એક ભાષાની જેમ બે ભાષાઓ લખવામાં પણ સહજ છે. આ કળાના કારણે આદિએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

એક સાથે બંને હાથ વડે લખે છે આદિ

18 વર્ષની સ્વરૂપા ગુણોની ખાણ છે. તેણે એક-બે નહીં, પરંતુ 6થી 7 ભાષાઓમાં પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. જેમાં તે કોઈપણ ભાષામાં તેજ ગતિથી લખી શકે છે. આ સિવાય તેણે એકસાથે 10 જેટલી ભાષામાં એક સાથે લખવામાં માસ્ટરી મેળવી છે. તે બંને હાથથી એટલે કે આદિ એક સાથે બંને હાથ વડે અલગ-અલગ સ્ટાઈલમાં લખી લે છે. આ સાથે આદિએ એક મિનિટમાં લગભગ 40 શબ્દો લખવાની પ્રતિભા ધરાવે છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ

નોર્વેમાં ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઈન્સ્ટિટ્યૂટના (President Green Belt and Road Institute) પ્રમુખ એરિક સોલહેમે (Erik Solheim) આ સિદ્ધિ બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ કરવા વાળી આ ભારતની પુત્રીને અભિનંદન આપતાં તેના ટ્વિટર એકાઉન્ટ પર તેનો વીડિયો શેયર કર્યો હતો. જે બાદ તેને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટર પર આદિનો વીડિયો પોસ્ટ કર્યા બાદ થોડા જ કલાકોમાં લગભગ 1 લાખ વ્યૂઝ થઈ ચૂક્યા છે. આ સિવાય 4 હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે અને અભિનંદન મેસેજ લખ્યા છે. આદી હિન્દી, કન્નડ, અંગ્રેજી, તુલુ, મલયાલમ (Kannada, English, Hindi, Tulu, Malayalam) ભાષાઓ 10 વિવિધ શૈલીઓમાં લખવામાં નિપુણ છે, તે પણ એક સાથે બંને હાથે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે ‘નામ પરિવર્તન’

આ પણ વાંચો:  Knowledge: કરોળિયો પોતાની સુરક્ષા માટે પણ જાળાનો કરે છે ઉપયોગ, તેની પદ્ધતિ જાણીને તમને લાગશે નવાઈ

Next Article