Mamata In Delhi: પેગાસસ મુદ્દે મમતા બેનર્જીએ વડાપ્રધાનને સર્વપક્ષીય બેઠક બોલાવવા કહ્યુ, બંગાળ માટે માંગી વધુ વેક્સિન

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે બેઠકમાં બંગાળના નામ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો તેની સાથે જ કોરોના માટે વધુ વેક્સિનની પણ માંગણી કરી છે.

Mamata In Delhi: પેગાસસ મુદ્દે મમતા બેનર્જીએ વડાપ્રધાનને સર્વપક્ષીય બેઠક બોલાવવા કહ્યુ, બંગાળ માટે માંગી વધુ વેક્સિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કરી મુલાકાત

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ, પેગાસસ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા સર્વ પક્ષીય બેઠક બોલાવવા માંગ કરતા કહ્યુ કે, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા આ પ્રકરણમાં તપાસ કરાવવી જોઈએ। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પૂર્વે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મમતા બેનર્જીએ (Mamata Banerjee)એ મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે લગભગ 40 મીનીટ સુધી મુલાકાત યોજાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજીવાર સત્તા મેળવ્યા બાદ, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાનન સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. વડાપ્રધાન સાથેની મુલાકાત પૂર્વે મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા કમલનાથ (Kamal nath) અને આનંદ શર્મા (Anand Sharma) સાથે પણ મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મમતા બેનર્જી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovid) અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે પણ મુલાકાત કરશે.

વેક્સિન અને બંગાળના નામ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો
મમતા બેનર્જીએ, કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સૌહાર્દપૂર્ણ રહી. બંગાળને કોરોનાની વધુ રસી જોઈએ છે. પશ્ચિમ બંગાળની વસ્તીના પ્રમાણમાં વેક્સિન ઓછી મળી છે. બંગાળમાં રસીકરણ સારા પ્રમાણમાં કરાવવામાં આવી રહ્યું છે. બંગાળમાં એક ટકાથી પણ ઓછા કોરોનાના કેસ છે. પરંતુ ત્રીજી લહેર પહેલા પૂરતી માત્રામાં કોરોનાની રસી મળે. તેમણે એમ પણ કહ્યુ કે, બંગાળના નામ પરિવર્તન અંગે પણ ચર્ચા થઈ. પેગાસસ મુદ્દે પણ કહ્યુ કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. અને આ પ્રકરણની તપાસ સુપ્રિમ કોર્ટ દ્વારા થાય. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બંગાળથી દિલ્લી આવતા પૂર્વે મમતા બેનર્જીએ પેગાસસ મુદ્દે તપાસ પંચ રચવાની જાહેરાત કરી હતી.

પેગાસસ વિવાદ વચ્ચે મુલાકાત

માર્ચ એપ્રિલમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચે આ પહેલી મુલાકાત છે. મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે મમતા બેનર્જી પેગાસસ જાસુસી પ્રકરણ અને મીડિયા ઉપર દરોડાના મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક હુમલો કર્યો છે. સૂત્રોએ ત્યા સુધી કહ્યુ છે કે, મમતા બેનર્જીએ વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન, જીએસટી, કોરોનાની રસી, વિવિધ આપત્તિમાં બંગાળને મળવાપાત્ર સહાય મુદ્દે રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યુ 700 કરોડનુ રાહત પેકેજ, કેન્દ્રિય કૃષિ પ્રધાનની જાહેરાત

આ પણ વાંચોઃ Assam-Mizoram Border Dispute: હિંસા માટે આસામને જવાબદાર ઠેરવી મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથાંગાએ સમગ્ર મામલે દિલગીરી વ્યક્ત કરી

Click on your DTH Provider to Add TV9 Gujarati