PM મોદીની કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક, મમતા બેનર્જીની નહીં આપે બેઠકમાં હાજરી

પ્રધાનમંત્રી મોદી આજે કોરોનાની સ્થિતિને લઈને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. જેમાં મમતા બેનર્જી ભાગ નથી લેવાના, સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

  • tv9 webdesk37
  • Published On - 12:35 PM, 8 Apr 2021
PM મોદીની કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે બેઠક, મમતા બેનર્જીની નહીં આપે બેઠકમાં હાજરી
મમતા બેનર્જી

દેશમાં કોરોના મહામારીનું જોખમ વધી રહ્યું છે, પરંતુ કેટલાક નેતાઓ રાજકારણ કરવામાં વ્યસ્ત છે. પીએમ મોદીએ આજે સાંજે કોરોના પર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. પરંતુ સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં ભાગ લેશે નહીં. મમતાની જગ્યાએ આ બેઠકમાં મુખ્ય સચિવ અલાપન બંધ્યોપાધ્યાય દ્વારા બંગાળનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાને કારણે મમતા બેનર્જી આ બેઠકમાં ભાગ લઇ શકાશે નહીં. આ પહેલા પણ મમતા બેનર્જીએ કોરોનાની સ્થિતિ અંગે પીએમ મોદીની મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં ભાગ લીધો ન હતો. ત્યારે પણ મમતા અને ભાજપના નેતા તેમજ યોગી આદિત્યનાથ વિષે સમાચાર હતા કે ચૂંટણી સભાઓને કારણે તેઓએ કોરોના અંગેની આ બેઠકમાં ભાગ નથી લીધો.

પીએમ મોદી કોરોનાની હાલની પરિસ્થિતિ વિશે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવાના છે. બે દિવસ પહેલા પીએમ મોદીએ એક કોરોના સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પીએમ મોદીએ અધિકારીઓને કોરોના રોકવા કડક પગલા ભરવાની સૂચના આપી હતી.

દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર

ભારતમાં કોરોનાના કારણે પરિસ્થિતિ દરરોજ ગંભીર બની રહી છે. ખાસ કરીને કેટલાક રાજ્યોમાં જ્યાં દરરોજ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં 12 રાજ્યો છે જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સંક્રમણના કારણે લોકોની મોત થઈ રહી છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગ,, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને કેરળ છે.

આવી સ્થિતિમાં દેશના અનેક રાજ્યોમાં નાની મોટી ચૂંટણીઓ થઇ રહી છે. અને ચૂંટણીની રેલીઓમાં મોટી જનમેદની એકથી કરવામાં આવી રહી છે. આ જોતા લાગે છે કે આપણા નેતાઓને લોકોની નહીં પરંતુ તેમના વોટની અને સત્તાની જ ચિંતા છે. કોરોનાનો આતંક જોઇને લાગે છે કે ગયા વર્ષ કરતા પરિસ્થિતિ કપરી છે.

 

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડે ભારતીય મુસાફરોના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, કોરોનાના વધતા જતા કેસોને કારણે લીધો નિર્ણય

આ પણ વાંચો: મુંબઈમાં કોરોના વધ્યો તો બોલ્યા રાજ ઠાકરે – “અન્ય રાજ્યોના પ્રવાસી મજૂર જવાબદાર છે”