દરેક સ્પોર્ટસની વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવો, PM મોદીએ રમતગમત મંત્રાલયોને આપી સલાહ

પીએમ મોદીએ કહ્યું કે વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવવી પડશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટ્રેનિંગ પર વધારે ધ્યાન આપવું પડશે. તેમણે સ્થાનિક સ્તરે વધારે સ્પર્ધા યોજવાની સલાહ આપી છે.

દરેક સ્પોર્ટસની વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવો, PM મોદીએ રમતગમત મંત્રાલયોને આપી સલાહ
pm modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 1:33 PM

સોમવારે મણિપુરમાં આયોજિત રમત મંત્રીઓના ચિંતન શિબિરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યું. ઈમ્ફાલમાં આયોજિત આ ચિંતન શિબિરમાં પીએમ મોદીએ ભવિષ્યના લક્ષ્યો તેમજ અગાઉની કોન્ફરન્સની સમીક્ષા કરવાનું પણ કહ્યું હતું. આ સાથે પીએમ મોદીએ રમતગમત મંત્રાલયોને રમત સ્પર્ધાઓને લઈને અલગ અભિગમ સાથે કામ કરવા કહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવવી પડશે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટ્રેનિંગ પર વધારે ધ્યાન આપવું પડશે. તેમણે સ્થાનિક સ્તરે વધારે સ્પર્ધા યોજવાની સલાહ આપી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ભારતીય ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: Sachin Tendulkar Birthday: સચિન તેંડુલકરના 50 જબરદસ્ત રેકોર્ડ, જેમાંથી મોટાભાગે તૂટવા મુશ્કેલ!

ઉત્તર પૂર્વના દરેક જિલ્લામાં બે ખેલો ઈન્ડિયા કેન્દ્રો

ચિંતન શિબિરને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં ખેલો ઈન્ડિયા સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રયાસો રમત જગતમાં નવા ભારતનો પાયો બનશે. રમતગમત મંત્રીઓના ચિંતન શિબિર સાથે ઈમ્ફાલમાં યુવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, રમતગમતને લઈને પૂર્વોત્તરમાં થઈ રહેલું કામ પ્રેરણા આપે છે. સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત 400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અહીં વિકાસને એક નવો આયામ આપી રહ્યા છે. આ દરમિયાન તેમણે ઈમ્ફાલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે દેશભરના યુવાનોને નવી તકો આપશે.

કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવાની જરૂર

પીએમ મોદીએ મણિપુરથી બહાર આવેલા ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ દેશનું ગૌરવ વધાર્યું છે, દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. આ વર્ષે મણિપુરની ધરતી પર ચિંતન શિબિર થઈ રહી છે, તે ખૂબ જ આનંદની વાત છે. પીએમ મોદીના મતે ટેલેન્ટેડ ખેલાડીઓને ક્વોલિટી સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવુ તમામની જવાબદારી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">