કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ
કમિશનરની નિમણૂકનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની (Kashi Vishwanath temple-Gyanvapi mosque dispute) મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તહેનાત કરવામાં આવે.
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Kashi Vishwanath Gyanvapi Mosque Dispute) અંગે વારાણસી કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે જેથી કોઈ વિવાદ ન થાય. જણાવી દઈએ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પાસેથી પરિસરની તપાસ અને વીડિયોગ્રાફી માટે આદેશની માંગ કરવામાં આવી હતી.
2020 માં અરજી દાખલ કરવામાં આવી હતી
સપ્ટેમ્બર 2020 ના રોજ, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને હિન્દુઓને સોંપવાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા અદાલતે આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે પોતાનો આદેશ સંભળાવ્યો. જેમાં અરજદારોએ કોર્ટ પાસે પરિસરની તપાસ અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. અરજીકર્તાની માગણી છે કે આ જગ્યા હિંદુ દેવી-દેવતાઓને પરત સોંપવામાં આવે.
સુરક્ષા દળોને તહેનાત કરવાનો આદેશ
આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે વારાણસી કોર્ટે કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે કમિશનર 19 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની મુલાકાત લે અને ત્યાં વિડિયોગ્રાફી કરે. આ સાથે તેમણે સુરક્ષા દળોને તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિ ઉભી ન થાય.
આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: Technology News: વ્હોટ્સએપ 32 લોકોને ગ્રુપ વૉઇસ કૉલ અને મોટી ફાઇલ શેરિંગની આપશે મંજૂરી