AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી, CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની કરી અટકાયત

NEET Paper Leak Case : NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBI એ પટના AIIMS ના 3 ડોક્ટરોની અટકાયત કરી છે. CBIએ ત્રણેય ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે. ત્રણેય તબીબોના રૂમ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

NEET પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી, CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની કરી અટકાયત
NEET paper leak case
| Updated on: Jul 18, 2024 | 12:39 PM
Share

NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી છે. આ પહેલા CBIને મોટી સફળતા મળી છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચ્યું છે. આ દરમિયાન તપાસ એજન્સીએ પટના એમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. સીબીઆઈ ત્રણેય ડોક્ટરોને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે.

લેપટોપ અને મોબાઈલ ફોન કર્યા જપ્ત

પટના AIIMSના આ ત્રણ ડોક્ટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે. તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ NEET પેપર લીક થવાથી લઈને ઉમેદવારો સુધી પહોંચાડવા સુધીના સમગ્ર નેટવર્કને જોડી દીધું છે. સીબીઆઈએ પંકજને પકડી લીધો છે જે પેપર લઈને ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવતો હતો.

રોકીએ સોલ્વર દ્વારા પેપર સોલ્વ કર્યું

પંકજને ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન મળ્યું છે. હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું. સંજીવ મુખિયાથી પેપર રોકી સુધી પહોંચ્યું હતું. રોકીએ સોલ્વર દ્વારા પેપર સોલ્વ કર્યું. આ કનેક્શનમાં સીબીઆઈએ પટના એમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NEET પેપર લીક મામલે આજે SCમાં સુનાવણી

NEET-UG પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટ આજે 40 થી વધુ અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવી છે તેમાં અનિયમિતતાની તપાસ, પરીક્ષા રદ કરવા અને પરીક્ષા ફરી કરાવવાની અરજીઓ સામેલ છે. જેની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરશે.

છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં કહ્યું હતું કે, NEET-UG કેસમાં કોઈ મોટા પાયે હેરાફેરી થઈ નથી. આવી સ્થિતિમાં ફરીથી પરીક્ષા લેવાની જરૂર નથી જ્યારે NTAએ તેના એફિડેવિટમાં કહ્યું હતું કે, આખા દેશમાં પેપર લીક થયું નથી. NEET-UG પરીક્ષા 5મી મેના રોજ યોજાઈ હતી. તેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી તેમના પર અનિયમિતતાના આરોપો લાગવા લાગ્યા.

g clip-path="url(#clip0_868_265)">