AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 ક્લિક પર માત્ર 2 મિનિટમાં જાણો મોદી સરકારના આ કાર્યકાળના છેલ્લા બજેટની સૌથી મોટી 25 વાતો

નાણાં મંત્રી પિયૂષ ગોયલે વચાગાળાનું બજેટ-2019 સંસદમાં રજૂ કર્યું. જેમાં મોટા ભાગના ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ બજેટમાં ખાસ મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાતો કરાઈ છે તો મહિલા અને ખેડૂતોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. ત્યારે જાણો મોદી સરકારના વર્તમાન કાર્યકાળના છેલ્લા બજેટની મહત્ત્વની અને મોટી 25 બાબતો જે દેશની કરોડો જનતાને રોજબરોજ જિંદગીમાં સ્પર્શી રહી […]

1 ક્લિક પર માત્ર 2 મિનિટમાં જાણો મોદી સરકારના આ કાર્યકાળના છેલ્લા બજેટની સૌથી મોટી 25 વાતો
| Updated on: Feb 01, 2019 | 8:26 AM
Share

નાણાં મંત્રી પિયૂષ ગોયલે વચાગાળાનું બજેટ-2019 સંસદમાં રજૂ કર્યું. જેમાં મોટા ભાગના ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ બજેટમાં ખાસ મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાતો કરાઈ છે તો મહિલા અને ખેડૂતોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. ત્યારે જાણો મોદી સરકારના વર્તમાન કાર્યકાળના છેલ્લા બજેટની મહત્ત્વની અને મોટી 25 બાબતો જે દેશની કરોડો જનતાને રોજબરોજ જિંદગીમાં સ્પર્શી રહી છે.

મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાત- 3 કરોડ ટેક્સપેયર્સને મળશે ફાયદો

  • ટેક્સછૂટની મર્યાદા બમણી કરાઈ
  • આવકની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરાઈ, તેનાથી ટેક્સપેયરને વાર્ષિક રૂ.12,500ના ફાયદો થશે
  • દોઢ લાખ રૂપિયાના રોકાણ પર, 6.50 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલા 40 હજાર રૂપિયા હતું હવે 50 હજાર રૂપિયા કરાયું
  • બેંક અને પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર મળતા વ્યાજના ટીડીએસમાં છૂટ, 10 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરાઈ
  • મકાનના ભાડામાંથી થતી 2.40 લાખ રૂપિયાની આવક સુધી નહીં  લાગે ટીડીએસ. અગાઉ આ આવકની મર્યાદા હતી રૂ.1.80 લાખ
  • અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જો ઘર બૂક કરાવ્યું છે તો તેના વ્યાજ પર મળનારી છૂટ 31 માર્ચ, 2020 સુધી વધારાઈ
  • બીજા ઘર પર થતી ભાડાની આવક પર 2 વર્ષ સુધી ઈન્કમ ટેક્સ આપવાની કોઈ જરૂર નહીં
  • નવી પેન્શન સ્કીમમાં સરકારનું યોગદાન 4 ટકાથી વધીને 14 ટકા કરી દેવાયું છે
  • જે લોકો 21 હજાર રૂપિયા દર મહિને કમાય છે તેમને બોનસ મળશે. આ બોનસ 7 હજાર રૂપિયા હશે.

ગ્રેચ્યુઈટીની મર્યાદા વધારીને 3 ગણી કરાઈ

  • ગ્રેચ્યુઈટીની મર્યાદા 10 લાખથી વધારીને 30 લાખ રૂપિયા કરાઈ છે. દરેક શ્રમિક માટે ન્યૂનતમ પેન્શન હવે એક હજાર રૂપિયા.

TV9 Gujarati

ખેડૂતોને શું થશે લાભ

  • 5 એકર સુધીની જમીનનો માલિકી હક્ક્ ધરાવતા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા જમા કરવામાં આવશે. આ રકમ 2-2 હજાર રૂપિયા કરીને. 3 હપ્તામાં આપવામાં આવશે. આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. તેનાથી આશરે 12 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે.
  • પહેલો હપ્તો ખૂબ જલ્દી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
  • ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા જેવી યોજનાઓથી ખેડૂતોને લાભ થશે
  • કુદરતી હોનારતોથી અસર પામતા ખેડૂતોને 2 ટકા વ્યાજ અને સમય પર લોન ભરપાઈ કરવા પર 3 ટકા વધારાના વ્યાજની માફીનો ફાયદો મળશે. આ પ્રમાણે, વ્યાજમાં તેમને 5 ટકાની છૂટ મળશે

પશુપાલકો અને માછીમારો માટેની જાહેરાત

  • માછલીપાલન માટે એક અલગ વિભાગ બનાવવાનો નિર્ણય
  • પશુપાલન અને માછલી પાલન કરતા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ દ્વારા અપાતી લોનના વ્યાજમાં 2 ટકા વ્યાજની છૂટ મળશે.

શ્રમિકો માટે

  • પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત ગેર-સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ પેન્શન 60 વર્ષની ઉંમર બાદ મળશે. તેનાથી 10 કરોડ લોકોને સીધો ફાયદો થશે.

મહિલાઓ માટે

  • મહિલાઓના બેંકમાં રોકાણ પર મળતા રૂપિયા 40 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં લાગે
  • ગ્રામીણ મહિલાઓને 2 કરોડ નવા મફત LPG કનેક્શન અપાશે. અત્યાર સુધી 6 કરોડ કનેક્શન અપાઈ ચૂકાયા છે.
  • સૌભાગ્ય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારનો કોઈ પણ પરિવાર વીજળીથી વંચિત નહીં રહે

બૉલિવૂડ માટે

  • સિંગલ વિન્ડો ક્લિયરન્સ લાગૂ કરવામાં આવી રહ્યું છે.
  • મનોરંજન ક્ષેત્રે થતી પાઈરસી રોકવાની દિશામાં નક્કર પગલા લેવાઈ રહ્યાં છે

ગૌમાતા માટે

  • ખાસ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરાઈ છે. જે ગૌમાતાના સન્માન માટે કામ કરશે.

વિદ્યાર્થીઓ માટે

  • કોલેજોમાં 2 લાખ સીટ્સ વધારવામાં આવી છે.

[yop_poll id=965]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">