અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત પર શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન, ‘થોડા દિવસ ત્યાં રહેવાનું કહો!’

|

Oct 23, 2021 | 5:52 PM

સંજય રાઉતે કહ્યું, તેઓએ થોડા દિવસ ત્યાં રહેવું જોઈએ. અનંતનાગ, શ્રીનગર, બારામુલ્લા, ગુલમર્ગમાં મોટા પાયે આતંકવાદ શરૂ થયો છે. જો દેશના ગૃહમંત્રી ત્યાં રહેશે તો ચોક્કસપણે આતંકવાદીઓ પર દબાણ આવશે.

અમિત શાહની જમ્મુ-કાશ્મીર મુલાકાત પર શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન, થોડા દિવસ ત્યાં રહેવાનું કહો!
Amit Shah-Sanjay Raut

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ -કાશ્મીરની મુલાકાતે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુઓ અને શીખો પર હિંસક હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ, બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર હુમલાઓ શરૂ થઈ રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને તેમનો જવાબ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમિત શાહને થોડા દિવસ કાશ્મીરમાં રહેવા દો. સંજય રાઉતે એક પત્રકારના સવાલના જવાબમાં આ જવાબ આપ્યો હતો.

સંજય રાઉતે કહ્યું, સારી વાત છે, તેઓએ થોડા દિવસ ત્યાં રહેવું જોઈએ. અનંતનાગ, શ્રીનગર, બારામુલ્લા, ગુલમર્ગમાં મોટા પાયે આતંકવાદ શરૂ થયો છે. જો દેશના ગૃહમંત્રી ત્યાં રહેશે તો ચોક્કસપણે આતંકવાદીઓ પર દબાણ આવશે અને આપણા સુરક્ષા રક્ષકો, સેના, પોલીસ કર્મચારીઓનો આત્મ વિશ્વાસ વધશે.

આપણે હિન્દુ ધર્મના પુરાણ પુરૂષ, મૂળ પુરૂષ
આ દરમિયાન ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કેન્દ્ર સરકાર પર સંજય રાઉત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું, અમે હિન્દુત્વના પુરાણ પુરૂષ, મૂળ પુરૂષ છીએ. આ વિશે કોઈએ અમને કંઈ શીખવવું જોઈએ નહીં. જ્યારે અમે બાબરી તોડી ત્યારે પ્રશ્નો પૂછવામાં આવતા અમે હાથ ઉંચા કર્યા નહોતા. ભાગી ગયા ન હતા. તમે ભાગી ગયા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કાશ્મીરમાં જે રીતે હિન્દુઓનો હત્યાકાંડ શરૂ થયો છે. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુ વસાહતોમાં હુમલા થઈ રહ્યા છે. તેમના ઘરો સળગાવી દેવામાં આવી રહ્યા છે. તેમની હત્યા થઈ રહી છે. તે હિંદુઓની સુરક્ષાને લઈને અમે આજના સામનાના તંત્રીલેખમાં ચિંતા વ્યક્ત કરી છે. સંજય રાઉતે વધુમાં કહ્યું કે, દેશની બહારના હિંદુઓ હોય કે જમ્મુ-કાશ્મીરના હિંદુઓ, તેમની સુરક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ કહીને અમે કંઈ ખોટું કર્યું છે? કોઈ તેને વૈચારિક ગરીબી કહી રહ્યું છે.

અમે મોદી સરકારને હિન્દુઓની સુરક્ષા માટે કહી રહ્યા છીએ, શું ખોટું કહી રહ્યા છીએ ?
સંજય રાઉતે કહ્યું કે, અમે કહી રહ્યા છીએ કે હિન્દુઓનું રક્ષણ કરો. અમે કહીએ છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓને સુરક્ષા આપો. મોદી સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરવું જોઈએ. માત્ર અમે જ નહીં, બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ કહી રહ્યા છે કે, ભારતે હિંદુઓ વિરુદ્ધ હિંસા માટે બાંગ્લાદેશ પર સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ. છેલ્લા 17 દિવસમાં કાશ્મીરમાં 21 હિંદુ અને શીખોની હત્યા કરવામાં આવી. જેમાં 19 પોલીસ જવાનો શહીદ થયા છે. શું આ પ્રશ્ન ઉઠાવવો વૈચારિક ગરીબી છે?

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પણ જવાબ આપ્યો
સંજય રાઉત ઠાકરેના પ્રવક્તા છે કે શરદ પવારના ? ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ સવાલ પૂછ્યો છે. તેનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, હું બંનેનો પ્રવક્તા છું. શરદ પવાર બીજા ગ્રહ પરથી આવ્યા છે ? શરદ પવાર આ દેશના મોટા અને મહત્વના નેતા છે. જો સોમૈયાને ખબર ન હોય તો તેમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પવારને પોતાના ગુરુ માને છે. તેમણે બેઠકમાં કહ્યું છે કે તેઓ શરદ પવારને પોતાના ગુરુ માને છે. આંગળી પકડીને રાજકારણ શીખ્યા. તેનો મતલબ છે કે સોમૈયા મોદીજીનું અપમાન કરી રહ્યા છે. મોદીના ગુરુનું અપમાન. સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો : અમિત શાહની મુલાકાત વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું- કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીનું વાતાવરણ યોગ્ય નથી

આ પણ વાંચો : “મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે”, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ

Next Article