અમિત શાહની મુલાકાત વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું- કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીનું વાતાવરણ યોગ્ય નથી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી તમે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરી શકશો નહીં. અહીં હિન્દુઓ જ નહીં મુસ્લિમોને પણ આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે.

અમિત શાહની મુલાકાત વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું- કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીનું વાતાવરણ યોગ્ય નથી
Farooq Abdullah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 5:21 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) શનિવારે ભાજપના (BJP) નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર ધર્મના આધારે દેશનું વિભાજન કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે આતંકવાદીઓ દ્વારા માત્ર હિંદુઓ જ નહીં, મુસ્લિમોની પણ હત્યા કરવામાં આવી છે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ઘાટીમાં વાતાવરણ કાશ્મીરી પંડિતોના પાછા ફરવા માટે અનુકૂળ નથી. કલમ 370 નાબૂદ કર્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી તમે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરી શકશો નહીં. અહીં હિન્દુઓ જ નહીં મુસ્લિમોને પણ આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે.

‘અમિત શાહ મને મળવા માગતા હતા, મેં ના પાડી’ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ઘાટીમાં તાજેતરમાં બનેલી ઘટના તે લોકો માટે આંખ ખોલનાર છે. જેઓ કહે છે કે કલમ 370 નાબૂદ કર્યા બાદ આતંકવાદનો સફાયો થયો છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ઘાટીમાં પથ્થરમારા માટે 900 થી વધુ લોકોની અટકાયતનો પણ વિરોધ કર્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શું કેન્દ્રીય ગૃહમંત્રીની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન અમિત શાહ તમારી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે ? આ સવાલના જવાબમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું, હા, સરકારે મારો સંપર્ક કર્યો હતો. અમિત શાહ મને મળવા માંગતા હતા. મેં ના પાડી. રાજૌરી અને પુંછ જવાનો મારો પહેલેથી પ્લાન હતો.

પાકિસ્તાન સાથે વાતચીત કર્યા વગર અમે શાંતિથી રહી શકતા નથી: ફારૂક અબ્દુલ્લા આ પહેલા નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે પાકિસ્તાન સાથે વાતચીત માટે આગ્રહ કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી તમે પાકિસ્તાન સાથે વાત નહીં કરો ત્યાં સુધી અમે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિથી રહી શકતા નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા હોત તો લોકો સિયાલકોટ (પાકિસ્તાન) થી અહીં ચા પીવા આવતા હોત.

અહીં પાર્ટીની એક બેઠકને સંબોધતા તેમણે કહ્યું, હું આજે પણ વિશ્વાસ સાથે કહું છું, જ્યાં સુધી તમે (ભારત) પાકિસ્તાન સાથે વાત નહીં કરો અને મિત્રતામાં એકબીજા સાથે હાથ મિલાવશો નહીં, અમે ક્યારેય શાંતિથી નહીં રહી શકીએ.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ ખેડૂતો અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- ‘સરકાર નાકામ હતી અને નાકામ છે’

આ પણ વાંચો : India Corona Update : સપ્ટેમ્બરમાં 20 ટકા ઘટ્યા કોરોના કેસ, કેરળની સ્થિતિ ચિંતાજનક, જાણો શું છે ઓક્ટોબરના આંકડા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">