અજીત પવારના સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકાર ખર્ચ કરશે 6 કરોડ રૂપિયા, ભાજપનો કટાક્ષ કહ્યું જનતાના નાણાંનો દુરુપયોગ

મહારાષ્ટ્ર સરકારે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન Ajit Pawar ની છબી ચમકાવવા માટે 6 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે.

અજીત પવારના સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકાર ખર્ચ કરશે 6 કરોડ રૂપિયા, ભાજપનો કટાક્ષ કહ્યું જનતાના નાણાંનો દુરુપયોગ
અજીત પવારના સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકાર ખર્ચ કરશે 6 કરોડ રૂપિયા

કોરોના વાયરસ સંકટમાં દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સમગ્ર કોરોના સંકટ દરમિયાન સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે અને મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ મૃત્યુ થયા છે. જેમાં દરરોજ હજારો લોકો રાજ્યમાં કોરોના ગ્રસ્ત થઈ રહ્યા છે અને સરકારના મતે સરકારી તિજોરી પણ ખાલી છે. ઘણા મંત્રાલયો અને વિભાગોએ તો એમ પણ કહ્યું છે કે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે તેમના વિભાગમાં નાણાં નથી.

તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન Ajit Pawar ની છબી ચમકાવવા માટે 6 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી છે.

આ ઓર્ડરની કોપી અનુસાર, Ajit Pawar  દ્વારા લોકોના હિતમાં લીધેલા નિર્ણયો લોકો સુધી પહોંચી શકે છે, તેથી સોશિયલ મીડિયા પર સક્રિયતા અને પ્રચાર જરૂરી છે. જે મુજબ એજન્સી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે અજિત પવારના ટ્વિટર, ફેસબુક, બ્લોગર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર નજર રાખશે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ ઓર્ડરની નકલમાં સ્પષ્ટ લખ્યું છે કે મહારાષ્ટ્ર સરકારનો સંદેશાવ્યવહાર અને જનસંપર્ક વિભાગ પોતે સક્ષમ નથી.

મહારાષ્ટ્ર સરકારના ડીજીઆઈપીઆર પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સંચાલિત કરવા માટે પ્રોફેશનલોની અછત છે, જેના કારણે બાહ્ય એજન્સીને આ કાર્ય સોંપવામાં આવ્યું છે.નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના ડીજીઆઈપીઆર (સંદેશાવ્યવહાર અને જનસંપર્ક વિભાગ) પાસે 1200 લોકોનો સ્ટાફ છે, જેનું વાર્ષિક બજેટ દોઢસો કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર અજિત પવારને 6 કરોડ રૂપિયા આપીને છબી ચમકાવવાની જરૂરૂ પડી છે.

આ મુદ્દે બોલતા ભાજપના પ્રવક્તા રામ કદમે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કહે છે કે રસી માટે પૈસા નથી એ જ આ અધાડી સરકારના નાણાં પ્રધાન મુખ્ય પ્રધાનનો પીછો કરવા માટે આ પૈસા ખર્ચ કરવા જઈ રહી છે.તેમણે કહ્યું કે, જો એક નાયબ મુખ્ય પ્રધાન માટે આટલા પૈસા ખર્ચ કરવામાં આવે છે, તો અન્ય મંત્રીઓ માટે કેટલો ખર્ચ થશે? કોરોના કાળ દરમ્યાન ઉદ્ધવ સરકારે તેના પ્રધાનો માટે કરોડો રૂપિયા બંગલાના નવીનીકરણ પાછળ ખર્ચ કર્યો છે અને તેમની માટે મોંઘા વાહનો ખરીદયા છે. જાહેર જનતાના કર નાણાંનો આ સીધો દુરુપયોગ છે.