Mahamrityunjay Mantra: અકાળ મૃત્યુ સામે રક્ષણ આપે છે આ મંત્ર, જાણો મંત્રના ચમત્કારીક ફાયદા

Mahamrityunjay Mantra: શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ મંત્રનો જાપ કરવાથી માત્ર મૃત્યુ જ નહીં, પણ અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

Mahamrityunjay Mantra: અકાળ મૃત્યુ સામે રક્ષણ આપે છે આ મંત્ર, જાણો મંત્રના ચમત્કારીક ફાયદા
Mahamrityunjay Mantra:
Follow Us:
| Updated on: May 15, 2021 | 12:38 PM

Mahamrityunjay Mantra: શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ મંત્રનો જાપ કરવાથી માત્ર મૃત્યુ જ નહીં, પણ અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥

મહાદેવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે, શાસ્ત્રોમાં શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાનો ઉલ્લેખ છે. આ મંત્રના 108 વાર જાપ કરવાથી અકાળે મૃત્યુ પર જીત મેળવી શકાય છે. આ મંત્ર, જે મૃત્યુ પર વિજય મેળવે છે, તે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. તો ચાલો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના ફાયદા અને યોગ્ય રીત બતાવીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મંત્રનું મહત્વ આ મંત્ર ત્ર્યમ્બકમ મંત્ર તરીકે પણ ઓળખાય છે. યજુર્વેદમાં ઉલ્લેખ છે કે આ મંત્ર ભગવાન શિવની પ્રશંસા કરવાનો આ સૌથી શક્તિશાળી મંત્ર છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે રોગ મુક્ત રહે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે. આ સિવાય આ મંત્રના જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

કેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ ?

આ મંત્રનો ઓછામાં ઓછા સવા લાખ વાર કરવો જોઇએ. તો આ મંત્રનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. અને, મંત્રનો 108 વખત જાપ કરવો અનિવાર્ય છે. શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ સૌથી ફળદાયી માનવામાં આવે છે.

મંત્રના જાપ કરવાના ફાયદાઓ કહેવાય છેકે ભગવાન શિવ આ મંત્રથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ અકાળ મૃત્યુથી પીડાઇ રહ્યું છે, તો તેણે પોતાને અથવા બ્રાહ્મણો દ્વારા આ મંત્રનો સવા લાખ વાર જાપ કરવો જોઇએ. જેથી અકાળે મૃત્યુનું જોખમ ટળી જાય છે. તે જ સમયે, જો કુંડળીમાં કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતનો યોગ છે, તો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

1.આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ પ્રકારનો ભય દૂર થાય છે. દરરોજ મંત્રનો જાપ કરવાથી મન શાંત અને ભયમુક્ત બને છે.

2.આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેથી તમે હતાશા, તાણ જેવા રોગોથી બચી શકો છો.

3. નિરોગી શરીર માટે સવારના સ્નાન કર્યા પછી, આ મંત્રનો રુદ્રાક્ષની માળા સાથે જાપ કરો. તેનાથી શરીરમાં રહેલા રોગ દુર થાય છે.

4.  જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો. તો શ્રાવણ મહિનામાં શિવલિંગ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

5. જો કોઈ વ્યક્તિ દરરોજ આ મંત્રનો પાઠ કરે છે, તો તેની ઉંમર વધે છે. ઉપરાંત, આ મંત્રથી શરીરમાંથી અસાધ્ય રોગોને દૂર કરવાની અને ઇચ્છિત મનોકામના પૂર્ણ કરવાની શક્તિ છે.

મંત્રનો જાપ કરવા સમયે રાખો આટલી સાવધાની

1.મંત્રનો જાપ કરતી વખતે શરીર અને મન એકદમ શુધ્ધ હોવું જોઈએ. એટલે કે મનમાં કોઈ ખોટી લાગણી ન હોવી જોઈએ.

2. મંત્રનો જાપ યોગ્ય રીતે કરવો જોઈએ. જો તમે જાતે મંત્ર બોલવામાં અસમર્થ છો, તો તેનો કોઈ પંડિત પાસે જાપ કરાવી શકો છો.

3. મંત્રનો જાપ એક નિશ્ચિત સંખ્યામાં કરવો જોઈએ. સમયની સાથે જપની સંખ્યામાં વધારો કરી શકાય છે.

4. આ મંત્રનો જાપ ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રની સામે અથવા મહામૃત્યુંજય યંત્રની સામે બેસીને કરવો જોઈએ.

5. મંત્રના જાપ દરમિયાન ધૂપ અને દીવો પ્રગટાવી રાખવો જોઇએ. આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ.

6. આ મંત્રનો જાપ ફક્ત રુદ્રાક્ષ માળાથી જ કરવો જોઈએ. આસન પર બેસીનો મંત્ર કરવો અનિવાર્ય છે.

7. આ મંત્રનો જાપ પૂર્વ દિશા તરફ મોંઢુ રાખીને કરવો જોઈએ. રોજ નિયુક્ત સ્થળે જ મંત્રનો જાપ કરવો.

શું છે મંત્રના ઉચ્ચારણ પાછળ વૈજ્ઞાનિક તથ્ય ?

હિંદુ ધર્મમાં થતી દરેક ગતિવિધીઓ પાછળ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. જેને સામાન્ય મનુષ્ય સમજી પણ નથી શકતો. મહામૃત્યુંજય જાપના ધ્વનિ ઉચ્ચારણ પાછળ પણ આવું જ રહસ્ય છુપાયેલું છે. આ મંત્રનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે ઉચ્ચારણ થાય છે. અને, આ ક્રિયા વારંવાર કરવામાં આવે છે. જેથી શરીરમાં રહેલી સૂર્ય અને ચંદ્રની નાળિયાઓમાં કંપન પેદા થાય છે. જેથી શરીરમાં સાતચક્રની શક્તિઓ પેદા થાય છે.આ શક્તિઓ મંત્રના ઉચ્ચારણ કરનાર અને મંત્રને સાંભળનારના શરીરમાં ઉત્પન્ન થાય છે. જેથી એક રોગપ્રતિકારક શક્તિ પેદા થયા છે. જેથી અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">