AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakal Lok: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન, PM Modi આપશે ભેટ

દર વર્ષે લગભગ 1.5 કરોડ લોકો મંદિરની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે આગળ, મહાકાલ લોકના(Mahakal Lok) ઉદ્ઘાટન પછી, આ વાર્ષિક સંખ્યા બમણી થઈને લગભગ ત્રણ કરોડ થવાની અપેક્ષા છે.

Mahakal Lok: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન, PM Modi આપશે ભેટ
PM Modi to inaugurate first phase of Rs 856 crore Mahakaleshwar Temple Corridor Development Project in Ujjain
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 7:03 AM
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)મંગળવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનની (MP-Ujjain) મુલાકાતે જશે. અહીં પીએમ 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Corridor Development Project) કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશના આ યાત્રાધામ નગરમાં પ્રવાસનને વેગ આપશે તેવી અપેક્ષા છે. PMની મુલાકાત માટે ઉજ્જૈનને શણગારવામાં આવ્યું છે. ઉજ્જૈન સ્માર્ટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ કુમાર પાઠકે જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ 1.5 કરોડ લોકો મંદિરની મુલાકાત લે છે. તેમણે કહ્યું હતું કે, અને, મહાકાલ લોક(Mahakal Lok)ના ઉદ્ઘાટન પછી વર્ષે તે ડબલ થઈવે ત્રણ કરોડ સુદી પહોચવાની શક્યતાઓ છે.

મહાકાલ લોકના ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત મહાકાલની વિશેષ પૂજાથી થશે. ચાલુ સમયપત્રક મુજબ, વડાપ્રધાનને લઈ જતી ભારતીય વાયુસેનાની ફ્લાઈટ મંગળવારે બપોરે 3:35 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થશે. સાંજે 4.30 કલાકે ઈન્દોર એરપોર્ટ પર ઉતરશે. ઈન્દોરથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ઉડાન ભરશે, જે સાંજે 5 વાગ્યે ઉજ્જૈનના હેલિપેડ પર ઉતરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મોદી સાંજે 5:25 કલાકે મહાકાલ મંદિર પહોંચશે અને સાંજે 6.25થી 7.05ની વચ્ચે મહાકાલ લોકને રાષ્ટ્રને સમર્પિત કરતા પહેલા પૂજા કરશે.

આ દરમિયાન કાર્તિક મેળાના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને એક જાહેર સભાને પણ સંબોધશે. આ જાહેર સભામાં સંતોની સાથે ઉજ્જૈનના સ્થાનિક લોકો પણ ભાગ લેશે. PM મોદીની જનસભા જોરદાર રહેશે. આવી સ્થિતિમાં અમે તમને મહાકાલ લોક સાથે જોડાયેલી 9 મોટી વાતો જણાવી દઈએ.

  1. 900 મીટરથી વધુ લાંબો ‘મહાકાલ લોક’ કોરિડોર, જે દેશના સૌથી મોટા કોરિડોર તરીકે બનાવવામાં આવ્યો છે, તે જૂના રુદ્રસાગર તળાવની આસપાસ ફેલાયેલો છે. પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસ પુનઃવિકાસના પ્રોજેક્ટના ભાગ રૂપે તેને પુનઃજીવિત કરવામાં આવ્યું છે.
  2. બે ભવ્ય પ્રવેશદ્વાર – નંદી ગેટ અને પિનાકી ગેટ – કોરિડોરના પ્રારંભિક બિંદુની નજીક, થોડા અંતરે બાંધવામાં આવ્યા છે, જે મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં સૌંદર્યલક્ષી દૃશ્ય પ્રદાન કરે છે.
  3. 108 સુશોભિત સ્તંભોનો જાજરમાન સ્તંભ, બારીક રીતે કોતરેલા રેતીના પત્થરો, ભવ્ય ફુવારાઓ અને 50 થી વધુ ભીંતચિત્રોની પેનલ ‘શિવ પુરાણ’ ની કથાઓ દર્શાવે છે તે મહાકાલ લોકની મુખ્ય વિશેષતાઓમાંની એક છે.
  4. રાજ્ય સરકાર ભવ્ય કાર્યક્રમ માટે વ્યાપક તૈયારીઓ કરી રહી છે, જે રૂ. 856 કરોડના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટનો એક ભાગ છે. ‘મહાકાલ લોક’નો પ્રથમ તબક્કો 316 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યો છે.
  5. દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જાણીતા ગાયક કૈલાશ ખેર કાર્તિક મેળાના મેદાનમાં ભગવાન શિવને સમર્પિત શિવ સ્તુતિ, જય શ્રી મહાકાલ એક વિશેષ ગીત ગાશે.
  6. તમને આખા દેશની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આસામ, મણિપુર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના આદિવાસી વિસ્તારોના લગભગ 700 કલાકારો ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાનની સામે પર્ફોર્મન્સ આપશે.
  7. રુદ્ર ઘોષ સાથે ડમરુ, ઘંટા-ઘરિયાલ અને સંગીત સાથે પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે. પીએમ મહાકાલના દર્શન બાદ નંદી ગેટ પર અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ વિશાળ જાહેર સભામાં સંતોની સાથે ઉજ્જૈનના સ્થાનિક લોકો પણ ભાગ લેશે.
  8. ઝારખંડના આદિવાસી વિસ્તારના 12 કલાકારો તેમની સાંસ્કૃતિક પરંપરા ભસ્માસુરને પીએમ મોદીની સામે રજૂ કરશે. જેમાં પરમાનંદ, મચાવા, સોનુ લોહાર, સુખરામ, સોનિયા, સુમી નમક કલાકારોનો સમાવેશ થાય છે.
  9. ‘મહાકાલ લોક’માંની મૂર્તિઓ સનાતન ધર્મની ઝલક આપશે, ત્યારબાદ પથ્થરની દીવાલો પર કોતરણીમાં શિવ લગ્નનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">