રસપ્રદ કિસ્સો: આ રાજ્યમાં 4 વર્ષનો બાળક બન્યો કોન્સ્ટેબલ ! ખુદ SSPએ આપ્યો ઓફર લેટર
કટની પોલીસના SSP સુનીલ જૈને કહ્યું કે ગજેન્દ્ર મરકમની ચાઈલ્ડ કોન્સ્ટેબલ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ બાળકને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સૌથી યુવા કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે.

Madhya Pradesh : મધ્યપ્રદેશ રાજ્યમાં આજે એક યુવાન કોન્સ્ટેબલ કટની પોલીસમાં (Katni Police Station) એન્ટ્રી થઈ છે. જેની ઉંમર માત્ર 4 વર્ષની છે. આ બાળકને અત્યાર સુધી સમગ્ર રાજ્યના સૌથી યુવા કોન્સ્ટેબલ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે. જેનો ઓફર લેટર ખુદ SSP સુનિલ જૈન (Sunil Jain) તરફથી આપવામાં આવ્યો હતો. હવે તમે વિચારતા હશો કે MP પોલીસમાં બાળકનું શું કામ છે અને બાળકને પોલીસમાં કેવી રીતે પોસ્ટ કર્યો.
પહેલા કોન્સ્ટેબલના પત્ની સવિતા મારકમને તક આપવામાં આવી
તમને જણાવી દઈએ કે 4 વર્ષીય ગજેન્દ્ર મરકમ (Gajendra Markam) સ્વ. શ્યામ સિંહ મરકમનો પુત્ર છે, જે નરસિંહપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા અને ફરજ પર હતા, ત્યારે તેઓ અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. જે બાદ સિવનીમાં તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. એક તરફ પરિવારના વડાની ગેરહાજરી હતી અને બીજી તરફ આર્થિક સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે જ કોન્સ્ટેબલના પત્ની સવિતા મારકમને સરકાર તરફથી નિમણૂક માટેની તક આપવામાં આવી હતી, પરંતુ તેમણે પોતે જ નોકરી ન લીધી અને તેના 4 વર્ષના પુત્ર ગજેન્દ્રના પોસ્ટિંગ માટે વિનંતી કરી.
પિતાની જગ્યાએ પુત્રની નિમણૂક
બાદમાં બાળકના તમામ એફિડેવિટ દસ્તાવેજોની તપાસ બાદ આજે કટનીમાં 4 વર્ષના બાળકને ચાઈલ્ડ કોન્સ્ટેબલ તરીકે જોઈનિંગ લેટર આપવામાં આવ્યો હતો. બાળકની માતા સવિતા મરકમે જણાવ્યું કે ગજેન્દ્રના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયુ હતું, જેથી આજે ગજેન્દ્રને તેની નોકરીની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે દીકરાના ભણતરની સાથે સાથે કાળજી પણ લેવી પડશે. એસએસપી સુનીલ જૈને જણાવ્યું કે ગજેન્દ્ર મરકમને હાલ ચાઈલ્ડ કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કિસ્સો નરસિંહપુર ગામનો છે. જ્યાં ગજેન્દ્રના પિતા પોલીસ ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેનુ માર્ગ અકસ્માતમાં ફરજ દરમિયાન મૃત્યુ થયુ હતુ.
18 વર્ષની ઉંમર બાદ કોન્સ્ટેબલ તરીકેનો કાર્યભાર સંભાળશે
તપાસની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગજેન્દ્ર મારકમને આજથી પોલીસ વિભાગમાં ચાઈલ્ડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત કરવામાં આવ્યો છે. SSPએ કહ્યું કે તેની ઉંમર અત્યારે લગભગ 4 વર્ષની છે, તેનો અભ્યાસ જરૂરી છે અને જ્યારે તે પોતાનો અભ્યાસ પૂરો કરશે અને તમામ નિયમો સાથે 18 વર્ષની ઉંમર બાદ તે કોન્સ્ટેબલ તરીકેનો કાર્યભાળ સંભાળશે.
આ પણ વાંચો: દવાઓનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને આપવામાં આવતી ભેટ કાયદેસર કે ગેરકાયદેસર? જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે