AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lok sabha election 2024 : મોદી ગેરંટીની મોટી ગેરંટી, જાણો સંકલ્પ પત્રની મહત્વની જાહેરાત

પીએમ મોદીએ કહ્યું કે આ મેનિફેસ્ટો વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભો, યુવા શક્તિ, મહિલા શક્તિ, ગરીબ, ખેડૂતો, આ બધાને સશક્ત બનાવે છે. આ મેનિફેસ્ટોમાં તકોની વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આવો જાણીએ સંકલ્પ પત્રના મહત્વના મુદ્દા

lok sabha election 2024 : મોદી ગેરંટીની મોટી ગેરંટી, જાણો સંકલ્પ પત્રની મહત્વની જાહેરાત
lok sabha election 2024
| Updated on: Apr 14, 2024 | 11:16 AM
Share

લોકસભા ચૂંટણી 2024 માટે, બીજેપીએ રવિવારે મોદીની ગેરંટી નામનો પોતાનો મેનિફેસ્ટો-ઠરાવ પત્ર બહાર પાડ્યો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં દેશની જનતાને 14 ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે. જનતાને વચન આપતા પીએમ મોદીએ કહ્યું કે હવે ભાજપે સંકલ્પ કર્યો છે કે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ, ગરીબ, મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગ, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે. ભાજપે હવે ટ્રાન્સજેન્ડર મિત્રોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે.આવો જાણીએ સંકલ્પ પત્રના મહત્વના મુદ્દા

ભાજપના સંકલ્પ પત્રના મહત્વના મુદ્દા

  • પીએમ મોદીએ કહ્યું કે યુવા એ ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.
  • મફત રાશન યોજના આગામી પાંચ વર્ષમાં ચાલુ રહેશે.
  • જનઔષધિ કેન્દ્રોનો વિસ્તાર થશે.
  • 5 લાખની મફત સારવાર ચાલુ રહેશે.
  • 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ભલે તે કોઇ પણ વર્ગના હોય.
  • યુસીસી જરૂરી, વન નેશન વન ઈલેકશનને સાકાર કરાશે
  • 140 કરોડ લોકોની એમ્બીશન મોદીનું મિશન
  • 4 જૂનના પરિણામ બાદ સંકલ્પ પત્ર સાકાર કરવા સરકાર કામ કરતી થઈ જશે
  • 1000 વર્ષના ભવિષ્ય માટે હાલ ઉત્તમ સમય.
  • ભ્રષ્ટાચારીઓ સામે પગલા ભરાતા રહેશે.
  • સમાન નાગરિક ધારો જરૂરી
  • પક્ષથી મોટો દેશ છે.
  • મોટા અને કડક નિર્ણયો લેવાયા છે લેવાતા રહેશે.
  • સહકારીતા નીતિ અમલમાં
  • અન્ન ભંડારણ યોજના જેમ શ્રી અન્ન યોજના લાગુ કરાશે
  • મોતીની ખેતી માટે માછીમારોને પ્રોત્સાહન અપાશે
  • તમિલ ભાષાના વિકાસ માટે પુરતા પ્રયાસ કરાશે
  • જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાશે
  • પ્રવાસનના વિકાસ માટે ગ્લોબલ ટુરીઝમને વર્લ્ડ હેરીટેઝ સાથે જોડી દેવાશે
  • નવા ઈકો ટુરીઝમ સેન્ટર શરૂ કરાશે
  • હોમ સ્ટે અંતર્ગત મહિલાઓને વિશેષ લાભ અપાશે
  • ઓલમ્પિકના આયોજન માટે પુરી તાકાત લગાવાશે
  • સર્વાઈકલ કેન્સરથી મુક્તિ માટે અભિયાન ચલાવાશે
  • મુદ્રા લોન અંતંર્ગત 20 લાખની મર્યાદા કરાશે
  • દિવ્યાંગને પીએમ આવાસ યોજનામાં પ્રાધાન્ય અપાશે

g clip-path="url(#clip0_868_265)">