ફેક યુનિવર્સિટી: ભારતમાં નકલી યુનિવર્સિટીઓની લિસ્ટ આવી સામે, આ યુનિવર્સિટીઓની ડિગ્રી નોકરીઓ માટે યોગ્ય ગણાશે નહીં
ગયા વર્ષે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ભારતમાં નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં રાજધાની દિલ્હીની આઠ અને ઉત્તર પ્રદેશની ચાર નકલી યુનિવર્સિટીના નામ નોંધાયેલા છે. આ યુનિવર્સિટીમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની ડિગ્રી ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓ માટે માન્ય રહેશે નહીં. યુજીસીએ ગયા વર્ષે ભારતમાં નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી.

જાન્યુઆરીથી એપ્રિલ સુધીના મહિનાઓ બોર્ડની પરીક્ષાના મહિનાઓ છે. સીબીએસઈ બોર્ડ, યુપી, બિહાર, રાજસ્થાન સહિત તમામ રાજ્ય બોર્ડની પરીક્ષાઓ આ સમયગાળા દરમિયાન લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જૂન-જુલાઈમાં જાહેર થાય છે અને ત્યાર બાદ કોલેજો અને યુનિવર્સિટીઓમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થાય છે.
ગયા વર્ષથી, યુજીસીએ દેશમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે CUET એટલે કે કમ્બાઈન્ડ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) ફરજિયાત બનાવી છે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ CUETમાં ભાગ લેતા નથી અને તેઓ અન્ય લોકો પાસેથી જે સાંભળે છે તે માનીને સ્થાનિક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ લે છે.
બાળકો પાસેથી તગડી ફી વસુલવાની સાથે આ કોલેજો તેમની યુજીસી માન્ય કોલેજ-યુનિવર્સિટીના ખોટા પ્રમાણપત્રો પણ બતાવે છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમાં જાય છે. તેવી જ રીતે, આવી યુનિવર્સિટીઓ અને કોલેજોથી બાળકોને બચાવવા માટે, યુજીસીએ ગયા વર્ષે ભારતમાં નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી.
આ યાદીમાં દેશના મોટા ભાગના રાજ્યોની ઘણી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓના નામ સામેલ છે. યાદી બહાર પાડવાની સાથે, યુજીસીએ ઉચ્ચ શિક્ષણ વિભાગો અને રાજ્ય સરકારના મુખ્ય સચિવોને પણ આ નકલી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.
યુજીસીએ ગયા વર્ષે દેશની 20 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી હતી. આમાંથી મોટાભાગની નકલી સંસ્થાઓ રાજધાની દિલ્હીમાં છે. આ યુનિવર્સિટીઓને કોઈપણ પ્રકારની ડિગ્રી આપવાનો અધિકાર નથી. આ યુનિવર્સિટીઓની ડિગ્રીઓનો કોઈ અર્થ નથી કારણ કે તે માન્ય નથી.
દિલ્હીમાં નકલી યુનિવર્સિટીઓની લિસ્ટ
- ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સ (AIPP HS) રાજ્ય સરકારની યુનિવર્સિટી
- કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, દિલ્હી
- યૂનાઈટેડ નેશન યુનિવર્સિટી, દિલ્હી
- વોકેશિલ યુનિવર્સિટી, દિલ્હી
- ADR-સેન્ટ્રિક જ્યુડિશિયલ યુનિવર્સિટી, ADR હાઉસ, રાજેન્દ્ર પ્લેસ, નવી દિલ્હી
- ઈંન્ડિયા ઈસ્ટીટ્યૂટ ઓફ સાઈન્સ એન્ડ એન્જીનિયરિંગ, નવી દિલ્હી
- વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ડિયા, રોજગાર સેવા સદન, સંજય એન્ક્લેવ
- અધ્યાત્મિક વિશ્વવિદ્યાલય (આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય), રોહિણી, દિલ્હી
યુપીની નકલી યુનિવર્સિટી
- ગાંધી હિન્દી વિદ્યાપીઠ, પ્રયાગ, અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ
- નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, કાનપુર, ઉત્તર પ્રદેશ
- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી (ઓપન યુનિવર્સિટી), અચલતાલ, અલીગઢ, ઉત્તર પ્રદેશ
- ભારતીય શિક્ષણ પરિષદ, ભારત ભવન, લખનૌ, ઉત્તર પ્રદેશ – 227 105
પશ્ચિમ બંગાળની નકલી યુનિવર્સિટીઓ
- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિન, કોલકાતા
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિન એન્ડ રિસર્ચ, ઠાકુરપુરકુર, કોલકાતા – 700063
આંધ્ર પ્રદેશની નકલી યુનિવર્સિટી
- ક્રાઇસ્ટ ન્યુ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, શ્રીનગર, ગુંટુર, આંધ્રપ્રદેશ
- બાઇબલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
કર્ણાટકની નકલી યુનિવર્સિટી
- બદગાનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, ગોકક, બેલગામ, કર્ણાટક
કેરળની નકલી યુનિવર્સિટી
- સેન્ટ જોન્સ યુનિવર્સિટી, કિશનટ્ટમ, કેરળ
મહારાષ્ટ્રની નકલી યુનિવર્સિટી
- રાજા અરબી યુનિવર્સિટી, નાગપુર, મહારાષ્ટ્ર
પુડુચેરી ફેક યુનિવર્સિટી લિસ્ટ
- શ્રી બોધિ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, વઝુથાવુર રોડ, પુડુચેરી-605009
આ પણ વાંચો: સુરત વીડિયો : નર્મદ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે વિદેશી ભાષાના કોર્સ, વિદ્યાર્થીઓએ પણ રુચિ બતાવી
