લતા મંગેશકરે તેમના પિતાની યાદમાં બનાવી હતી હોસ્પિટલ, સ્વર કોકિલાએ બિલ્ડિંગ બનાવવા માટે એકત્ર કર્યા હતા પૈસા
આ હોસ્પિટલ લતા દીદીએ (Lata Mangeshkar Hospital In Pune) તેમના પિતાની યાદમાં બનાવવામાં આવી હતી. પાછળથી વર્ષ 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને પણ લતા મંગેશકરે આ હોસ્પિટલની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshkar Passed Away) દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે તેમણે તેમના પિતાજીની યાદમાં કઈ રીતે હોસ્પિટલ ઉભી કરી હતી તેના કિસ્સા સામે આવી રહ્યા છે. સમાજસેવામાં પહેલેથી જ અવ્વલ એવા લતા દીદી માટે એટલે જ વર્ષ 2013માં અત્યારનાં વડાપ્રધાન અને જે તે સમયનાં ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ આવ્યા હતા. લતા મંગેશકરની આ હોસ્પિટલ પુણેમાં છે જેને “સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ” તરીકે ઓળખવામાં આવે છે.
લતા મંગેશકરે બાળપણથી જ જોયું હતું આ સપનું
આ હોસ્પિટલ લતા મંગેશકરના હૃદયની ખૂબ નજીક હતી. આ હોસ્પિટલ દીદીએ તેમના સ્વર્ગસ્થ પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં બનાવી હતી. લતા મંગેશકરના પિતાના નામ પરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રનું તમામ કામ કાજ દીદીની દેખરેખ હેઠળ થતું હતું. E Timesના રિપોર્ટ અનુસાર હોસ્પિટલના ડાયરેક્ટર ધનંજય કેલકરે આ વિશે જણાવ્યું હતું કે, લતા મંગેશકરે હોસ્પિટલની છતથી લઈને વીજળી, વેન્ટિલેશનથી લઈને ઈન્ટિરિયર સુધીનું કામ કરાવ્યું હતું.
હોસ્પિટલમાં એક અત્યાધુનિક વૉઇસ ક્લિનિક
આ તેમનો વિચાર હતો. દીદીના કહેવાથી જ આ હોસ્પિટલમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સ્ટેજ એલિવેટર સાથે ઓડિટોરિયમ પણ છે. તેને વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું હતું. દીદીનો પણ આ વિચાર હતો. હોસ્પિટલમાં એક અત્યાધુનિક વૉઇસ ક્લિનિક છે, જ્યાં ઘણા ગાયકો અને કલાકારો તેમની સારવાર માટે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરના પિતા પંડિત દીનાનાથ મંગેશકરનું વર્ષ 1942માં અવસાન થયું હતું. તે સમયે લતા મંગેશકર માત્ર 12 વર્ષના હતા. કેલકરે જણાવ્યું કે આવી સ્થિતિમાં દીદીનું નાનપણથી જ સપનું હતું કે તે પોતાના પિતાના નામે પુણેમાં એક હોસ્પિટલ ખોલે. આ કારણે લતા મંગેશકરે તેમના કોન્સર્ટ દ્વારા આ હોસ્પિટલ માટે પૈસા જમા કરાવ્યા, સાથે જ ક્રિકેટ મેચો દ્વારા હોસ્પિટલ માટે ઘણું ફંડ આવ્યું.
આ પણ વાંચો: Lata Mangeshkar Died: લતા મંગેશકરે પોતાના અવાજથી 5 વખત દેશને કર્યો સપોર્ટ, જાણો તેમના યોગદાન વિશે