Padma Awards 2022 માટે નામાંકનની આજે છેલ્લી તારીખ, પ્રજાસત્તાક દિવસે કરવામાં આવશે વિજેતાઓની જાહેરાત

|

Sep 15, 2021 | 3:47 PM

પદ્મ પુરસ્કાર (Padma Award) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંનું એક છે, જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે.

Padma Awards 2022 માટે નામાંકનની આજે છેલ્લી તારીખ, પ્રજાસત્તાક દિવસે કરવામાં આવશે વિજેતાઓની જાહેરાત
Padma Awards 2022

Follow us on

Padma Awards 2022 : ગૃહ મંત્રાલયે કહ્યું કે, પદ્મ પુરસ્કારો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ બુધવારે છે. મંગળવારે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર રજૂઆત અનુસાર, “પ્રજાસત્તાક દિવસ (Republic Day) 2022 ના દિવસે જાહેર કરવામાં આવનારા પદ્મ પુરસ્કારો (પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી) માટે ઓનલાઇન નામાંકન ચાલુ છે. પદ્મ પુરસ્કારો (Padma Awards) માટે નામાંકનની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2021 નક્કી કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, પદ્મ પુરસ્કારો માટે નામાંકન માત્ર સત્તાવાર પદ્મ પુરસ્કાર પોર્ટલ પર જ પ્રાપ્ત થશે. મંત્રાલયે (Ministry) કહ્યું કે, સરકાર પદ્મ પુરસ્કારોને “પીપલ્સ પદ્મા” માં રૂપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી તેમણે તમામ નાગરિકોને વિનંતી કરી છે કે, તેઓ આવા પ્રતિભાશાળી વ્યક્તિઓની ઓળખ કરે જેમની શ્રેષ્ઠતા અને સિદ્ધિઓને સાચી રીતે ઓળખવી જોઈએ. તેમણે આવી મહિલા (Women)ઓ, અનુસૂચિત જાતિઓ / અનુસૂચિત જનજાતિઓ, વિકલાંગ (Handicapped) વ્યક્તિઓના નામ બહાર લાવવાની વાત કરી છે, જે નિ:સ્વાર્થપણે સમાજની સેવા કરી રહ્યા છે.

ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પોર્ટલ (Portal)માં નોંધણી કરતા પહેલા યોગ્ય વ્યક્તિની તમામ વિગતો સામેલ કરવી જોઈએ. તેમને 800 શબ્દોમાં લખવું જોઈએ જેમાં તેમની અસાધારણ સિદ્ધિઓ/સેવાઓને સ્પષ્ટપણે સામે લાવવી જોઈએ. નામાંકન વિશેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (Home Ministry website) પર ‘એવોર્ડ્સ અને મેડલ્સ’ શીર્ષક હેઠળ પણ ઉપલબ્ધ છે. જેમાં કોઈ પણ વ્યક્તિ નામાંકન પહેલા આ પુરસ્કારો (Awards)ને લગતા કાયદા અને નિયમો વાંચી શકે છે.

સ્વ-નામાંકન પણ કરી શકાય છે

પદ્મ પુરસ્કાર (Padma Award) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંનું એક છે, જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરવામાં આવે છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પ્રથમ પદ્મ વિભૂષણ (અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે), પદ્મ ભૂષણ (ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા) અને પદ્મશ્રી (વિશિષ્ટ સેવા).

આ પુરસ્કારો પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર આપવામાં આવે છે, જે દર વર્ષે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. નોંધણી પ્રક્રિયા જાહેર જનતા માટે ખુલ્લી છે. સ્વ-નામાંકન પણ કરી શકાય છે.

 

આ પણ વાંચો : Viral Video: ICCએ કૂતરાને આપ્યો ICC Dog of the Month Special Award જુઓ video

આ પણ વાંચો : સંજય મિશ્રા અને રણવીર શૌરીની ‘Hasal’ ફિલ્મમાં જોવા મળશે ચાર રસપ્રદ સ્ટોરી

Next Article