Lakhimpur Violence: સરકારને ઘેરવાની તૈયારી, કોંગ્રેસે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો, રાહુલ ગાંધી સાથે પ્રતિનિધિ મંડળમાં આ 7 નેતાઓ હશે
આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ 3 ઓક્ટોબરના રોજ લખીમપુર હિંસાના સંબંધમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની શનિવારે ધરપકડ કરી હતી.
લખીમપુર હિંસા કેસમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં પાર્ટીના 7 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાતની માગ કરી છે. પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સમક્ષ વિગતવાર હકીકતો રજૂ કરવાની પરવાનગી માગી છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.સી. વેણુગોપાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત માટે પત્ર લખ્યો છે. આ સાત સભ્યોના પ્રતિનિધિ મંડળમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સાંસદ એકે એન્ટોની, સાંસદ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ અધીર રંજન ચૌધરી, મહામંત્રી કે.સી. વેણુગોપાલ અને ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળવા જશે.
કોંગ્રેસે તેના પત્રમાં લખ્યું છે, ખેડૂતોના પ્રત્યક્ષદર્શીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે માર્યા ગયેલા ખેડૂતોને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રના વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. તે કાર ચલાવી રહ્યો હતો. ચારે બાજુ વિરોધ અને સુપ્રીમ કોર્ટની હસ્તક્ષેપ છતાં, દોષિતો સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
Lakhimpur Kheri violence | Congress seeks appointment with President Ram Nath Kovind for a 7-member party delegation led by Rahul Gandhi to present a detailed memorandum of facts pic.twitter.com/0rXZW44gye
— ANI (@ANI) October 10, 2021
કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મૃતક ખેડૂતના સંબંધીઓને મળ્યા 3 ઓક્ટોબરે લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. જે બાદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ બુધવારે ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં મૃતક ખેડૂત લવપ્રીત સિંહના સંબંધીઓને મળ્યું હતું.
રાહુલ ગાંધીએ પોતાની લખીમપુર મુલાકાત સાથે સંબંધિત વિડીયો જાહેર કરતા શુક્રવારે કહ્યું કે પીડિતોને ન્યાય આપવો પડશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઘટનાસ્થળે જતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને લખીમપુર હિંસામાં વિરોધી ખેડૂતોની હત્યા થયા બાદ બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતા. આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતોના પરિવારોને મળ્યા હતા.
આશિષ મિશ્રાની ધરપકડ આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) એ 3 ઓક્ટોબરના રોજ લખીમપુર હિંસાના સંબંધમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની શનિવારે ધરપકડ કરી હતી. સહારનપુરના ડીઆઈજીએ કહ્યું કે, આશિષ તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો. હત્યા, આકસ્મિક મૃત્યુ, બેદરકારી પૂર્વક વાહન ચલાવવાની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ‘ન તો કોઈ કટોકટી હતી અને ન તો થશે’, કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે વીજળીના સંકટ પર મોટું નિવેદન આપ્યું