‘લાડલી લહેરે’ શિવરાજની નૈયાને લગાવી પાર, કોંગ્રેસને નડી ગયો ઓવર કોન્ફિડેન્સ- ભાજપની જીત માટે આ 9 મુદ્દા રહ્યા ગેમચેન્જર- વાંચો

કમલનાથના મુકાબલે શિવરાજ સમગ્ર એમપીમાં લોકપ્રિય નેતા તરીકે દેખાઈ રહ્યા છે. ધારાસભ્યોની સામે ચોક્કસપણે એન્ટી ઈનકમબન્સી દેખાઈ પરંતુ જે ચર્ચાઓ થઈ રહી હતી શિવરાજ વિરુદ્ધ સત્તા વિરોધી લહેરની તે ક્યાંય જોવા મળી નહી. પ્રદેશમાં ભાજપે તેમના તમામ પોસ્ટર્સ અને બેનરમાં મોદીના ચહેરાને જ મહત્વ આપ્યુ.

'લાડલી લહેરે' શિવરાજની નૈયાને લગાવી પાર, કોંગ્રેસને નડી ગયો ઓવર કોન્ફિડેન્સ- ભાજપની જીત માટે આ 9 મુદ્દા રહ્યા ગેમચેન્જર- વાંચો
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 8:29 PM

વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપે જીત હાંસિલ કરી. તેલંગાણામાં કોંગ્રેસે સત્તા મેળવવામાં સફળ રહી. એ પણ આશા સેવાઈ રહી હતી કે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોંગ્રેસ આવશે અને ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને રાજકીય વિશ્લેશકોના ગણીતને ખોટા પાડી દીધા છે. આવો જાણીએ આખરે આ પરિણામો પાછળ ક્યુ ફેક્ટર્સ કામ કરી ગયુ. સૌથી પહેલા મધ્યપ્રદેશ પર નજર કરીએ

1. મામાને સત્તામાં લાવી લાડલી બહેનો

લાડલી બહેનોને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરથી ફાયદો થયો. લાડલી બહેન યોજના અંતર્ગત શિવરાજ સરકારે પ્રદેશની એક કરોડ 31 લાખથી વધુ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપ્યા. આ રકમ ડાયરેક્ટ તેમના ખાતામાં નાખવામાં આવી. તેને વધારીને 3 હજાર કરવાની પણ ઘોષણા કરવામાં આવી. એવુ માની શકાય કે મહિલાઓની આ યોજનાને કારણે શિવરાજ સરકારના પક્ષમાં મતદાન કરવામાં આવ્યુ. મહિલાઓએ ભાજપના પક્ષમાં મતદાન કર્યુ. આ 4 ટકા વોટ શેરને કારણે ભાજપ જે સતત પાછળ ધકેલાઈ રહી હતી તે લાડલી બહેનાના જોરે સરસાઈ મેળવી ફ્રન્ટ રનર બની ગઈ. એકમાત્ર લાડલી બહેના ફેક્ટરે મધ્યપ્રદેશના ચૂંટણી પરિણામોને બદલી નાખ્યા. આ ઉપરાંત તીર્થ દર્શન, લાડલી લક્ષ્મી, કન્યાદાન યોજના, આયુષ્યમાન યોજના અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરની ઈમ્પેક્ટ જોવા મળી. આ તમામ ફેક્ટરને કારણે જે અંડર કરંટ ક્રિએટ થયો તેને સમજવામાં કોંગ્રેસ પુરી રીતે નિષ્ફળ રહી. તેને ભરોસો હતો કે શિવરાજ સરકાર વિરુદ્ધ જનતામાં જે એન્ટી ઈન્કમ્બન્સી છે તે આસાનીથી સત્તા અપાવશે. આ જ ઓવર કોન્ફીડેન્સ કોંગ્રેસને ભારે પડ્યો.

2. ધર્મ-હિંદુત્વનો દાવ કામ કરી ગયો

ભાજપ સરકારે સૌથી મોટો ભાર હિંદુ ધાર્મિક સ્થળોને આધ્યાત્મિક્તાની સાથેસાથે આધુનિક્તાને ક્લેવર દેવાનો પણ રહ્યો. ઉજ્જૈન કોરિડોર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. આ ઉપરાંત શિવરાજે રાજ્યના ચાર મંદિરો સલકનપુરમાં દેવીલોક, ઓરછામાં રામલોક, સાગરમાં રવિદાસ સ્મારક અને ચિત્રકુટમાં દિવ્ય વનવાસી લોક વિસ્તાર અને સ્થાપના માટે 358 કરોડ રૂપિયાનું બજેટ આપ્યુ છે. આ તમામ યોજનાઓને હિંદુત્વના પક્ષમાં માહોલ બનાવ્યો. જેવો સીધો ફાયદો ભાજપને થયો. આ ઉપરાંત કોંગ્રેસના જાતિ ગણનાવાળા દાવ વિરુદ્ધ ભાજપનુ હિંદુત્વ કાર્ડ ઘણુ સફળ જોવા મળ્યુ.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

3. RSS કેડરની સક્રિયતા- મળ્યુ પરિણામ

મધ્યપ્રદેશ આરએસએસનો ગઢ રહ્યો છે. એમપી લાંબા સમયથી હિંદુત્વની પ્રયોગશાળા પણ રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં આરએસએસ કેડર જે રીતે સક્રિયતા છે તે લોકોને પ્રભાવિત કરી વોટમાં કન્વર્ટ કરવામાં સફળ રહ્યા છે. ભાજર તરફી મતદાન કરાવવામાં આરએસએસ કેડરની ભૂમિકા રાજ્યમાં મહત્વની રહે છએ. ભાજપ કોંગ્રેસથી પાછળ રહેવાની ભવિષ્યવાણી બાદ આ કેડર ઘણો સક્રિય થયો અને તેમની સક્રિયતાને જ પરિણામે ગામો- શહેર અને ભાજપના પરંપરાગત વોટર બહાર નીકળ્યા. જે સતત હાર તરફ આગળ વધતી ભાજપને જીત અપાવવામાં સફળ રહી. એમપીમાં દરેક આરએસએસ કેડરે આ વખતે સંપૂર્ણપણે ભાજપના કાર્યકર્તા બનીને કામ કર્યુ. સામાન્ય રીતે RSS કેડર આ પ્રકારે રાજકીય સક્રિય નથી દેખાતા પરંતુ ઈન્ડાયેક્ટ રીતે વોટરને ઈન્ફ્લુએન્સ કરવાનું કામ કરે છે.

 4. આદિવાસી વર્ગ બન્યો તારણહાર

રાજ્યમાં આદિવાસીઓ માટે 47 સીટ અનામત છે. ગત ચૂંટણીમાં ભાજપને જ્યાં માત્ર 16 બેઠકો મળી હતી ત્યાં કોંગ્રેસ 31 બેઠક જીતવામાં સફળ રહી હતી. આ જ ભરોસે 2018માં કોંગ્રેસની સરકાર બની હતી. જેમાથી બોધપાઠ લેતા શિવરાજ સરકારે પ્રદેશમાં આદિવાસીઓ માટે યોજનાઓની વણજાર લગાવી દીધી. જેમા બિરસા મુંડા જયંતિ, રાની કમલાપતિના નામથી ભોપાલના હબીબગંજ સ્ટેશનું નામ, ટંટ્યા ભીલ ચૌરાહા, આદિવાસી પંચાયતોમાં પેસા એક્ટ લાગુ કરવા સહિતની યોજનાઓએ કામ કર્યુ. પોતાની પરંપરાગત વોટબેંકને પણ કોંગ્રેસ તેમના તરફ કરવામાં સફળ ન રહી જેનો લાભ ભાજપને મળ્યો. આદિવાસી વર્ગ તરફ કોંગ્રેસની સક્રિયતા ઘણી ઓછી જોવા મળી.

5. કેન્દ્રીય મંત્રીઓ, સાંસદોને ટિકિટ આપવાનો નિર્ણય વિનિંગ ફેક્ટર સાબિત થયો

મંત્રીઓ અને સાંસદો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી કે તેઓ તેમના પ્રભાવનો ઉપયોગ કરી આસપાસની સીટોને જીતવામાં મદદ કરશે. એક્ઝિટ પોલના રિજિયન વાઈઝ પરિણામોએ પણ જણાવે છે કે જે બેઠક પર તેમને ટિકિટ આપવામાં આવી ત્યાં પણ પરિણામ ભાજપના પક્ષમાં આવ્યુ. આથી કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીના રણમાં ઉતારવામો નિર્ણય નિર્ણાયક સાબિત થયો.

6. શિવરાજનો ચહેરો+ મોદી મોજિક

કમલનાથની સરખામણીએ શિવરાજ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય લીડર તરીકે જોવા મળ્યા. ધારાસભ્યો વિરુદ્ધ ચોક્કસથી લોકલ એન્ટી ઈન્કબન્સી જોવા મળી પરંતુ જે પ્રકારની વાતો કરવામાં આવી રહી હતી તે પ્રકારે શિવરાજ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર ક્યાય જોવા ન મળી. તો પ્રદેશમાં ભાજપે તેમના તમામ પોસ્ટર્સ, બેનરમાં મોદીના ચહેરાને પ્રમુખતા આપી. સમગ્ર ચૂંટણી દરમિયાન ‘એમપીના મનમાં મોદી અને મોદીના મનમાં એમપી’ સ્લોગન ગૂંજતુ જોવા મળ્યુ. અનેક રાજકીય વિશ્લેશકો એવુ સતત કહેતા જોવા મળ્યા હતા કે મોદી મેજિક હવે ખતમ થઈ ગયુ છે પરંતુ પરિણામ બતાવી રહ્યા છે કે તમામ ફેક્ટર્સ પર મોદીનો ચહેરો ભારે પડ્યો. આથી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ મોદીના ચહેરા પર એકજૂથ થતી જોવા મળશે.

7. કોંગ્રેસનો ઓવર કોન્ફીડેન્સ ભારે પડ્યો

કમલનાથ અને દિગ્વિજય સિંહની જોડીને શરૂઆતમાં તો કોંગ્રેસને લીડ મળતી જોવા મળી પરંતુ તે લીડ ગેમચેન્જર ન બની શકી. શિવરાજ સરકાર સામે એન્ટી ઈન્કબન્સી અને જુના ચહેરાના ભરોસે કોંગ્રેસ જીતનો દાવો કરતી જોવા મળી હતી. આ ઉપરાંત પાર્ટીએ જે સર્વે કરાવ્યા તેમા પણ કોંગ્રેસની પ્રચંડ જીત બતાવવામાં આવી હતી. આ જ કારણે કોંગ્રેસ ગ્રાઉન્ડ વોટર સાથે કનેક્ટ કરવાના બદલે ઓવર કોન્ફીડેન્સમાં આવી ગઈ. જ્યારે ભાજપ સતત ફીડબેકના આધારે તેના પ્રદર્શનમાં સુધાર કરતી જોવા મળી. તેમણે જ્યાં જ્યા ગેપ દેખાયો તે પુરવાની કોશિષ કરી. આ ઉપરાંત ટિકિટ વહેંચણીમાં જે રીતે મોટા નેતાઓ પર ફેવરિટિઝમના આરોપ લાગ્યા તેમા પણ કોંગ્રેસના પક્ષમાં માહોલ બનતો માહોલ પણ વીક કેન્ડીડેટને કારણે નબળો પડતો ગયો.

8.  શિવરાજની ઈમોશનલ અપીલ કામ કરી ગઈ

આ ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહને સીએમ ચહેરા તરીકે મેદાને ન ઉતાર્યા ન હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન એ પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો એમપીમાં ભાજપ જીતી જશે તો પણ શિવરાજ સીએમ નહીં બને. તેનાથી એવો સંદેશ ગયો કે શિવરાજની સ્થિતિ નબળી છે. પરંતુ આ મુદ્દા પર શિવરાજ ઈમોશનલ કાર્ડ રમી ગયા. શિવરાજે પ્રચાર દરમિયાન મતદાતાઓ અને મહિલાઓને એવો સવાલ કર્યો કે શું તમે ઈચ્છો છો કે તમારા મામા, તમારો ભાઈ મુખ્યમંત્રી બને. શિવરાજના આ સવાલ પર વોટર્સે તેમના મતથી જવાબ આપ્યો અને હવે તો આંકડા પણ બતાવી રહ્યા છે કે મતદાતાએ ન માત્ર જવાબ આપ્યો પરંતુ શિવરાજને મોટી માત્રામાં વોટ કર્યા.

આ પણ વાંચો:  હિંદી બેલ્ટમાં ચાલ્યુ મોદી મેજિક, એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં મોદી લહેર, ભાજપ જીતના આંકડા તરફ આગળ

9. કાઉન્ટર પોલરાઈજેશન કરવામાં ભાજપ સફળ

કોંગ્રેસે મુસ્લિમ વોટબેંકને પોતાની તરફે કરવામાં ઘણી તાકાત લગાવી. જેની પ્રતિક્રિયામાં ભાજપે કાઉન્ટર પોલરાઈજેશ પર કામ કર્યુ. જ્યાં જે બેઠકો પર મુસ્લિમ મતદાતા મોટી સંખ્યામાં હતા ત્યા ભાજપે કાઉન્ટર પોલરાઈજેશન કરવામાં સફળ રહી. કાર્યકર્તાઓ અને કેડર દ્વારા સતત મુસ્લિમ પોલરાઈજેશનના મેસેજને આગળ વધાર્યો. લોકોના મનમાં એ મુદ્દો ઠસાવી દેવામાં આવ્યો કે મુસ્લિમ મતોના ધ્રુવીકરણના કારણે ભાજપનો ઉમેદવાર હારી શકે છે. જેનાથી હિંદુ વોટના પોલરાઈજેશનમાં મદદ મળી. પાતળી સરસાઈવાળી બેઠકોનુ પરિણામ પણ આ જ કારણથી ભાજપની તરફે બદલાઈ ગયુ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">