હર કદમ મહાકુંભ કી ઓર, પ્રયાગરાજમાં 12 વર્ષે મહાકુંભનું આયોજન, દરેક શ્રદ્ધાળુની ગણતરી માટે ત્રણ મુખ્ય ટેકનિકલ પદ્ધતિનો થશે પ્રયોગ

|

Dec 10, 2024 | 5:50 PM

આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભમેળો આયોજિત થવાનો છે. જેમા કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ તમામ વ્યક્તિની ગણતરી માટે ત્રણ ખાસ ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે. કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને તૈયારીઓ અંગે યુપી સરકારના મંત્રીઓએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે મહાકુંભની ઉજવણી થશે. દાવો છે કે 12 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે.

કુંભમાં સ્નાન માટે કુલ 44 ઘાટની વ્યવસ્થા

પ્રયાગરાજ મહાકુંભ-2025માં કરોડોની સંખ્યામાં યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓ આવે તેવો દાવો છે. કુંભ મેળામાં ભક્તો માટે સ્નાન વ્યવસ્થા માટે 35 ઘાટો અને 9 નવા ઘાટો બનાવવામાં આવ્યા છે. 12 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલાં તમામ 44 ઘાટો પર ફૂલ વરસાવવામાં આવશે. મુંબઇના મરીન ડ્રાઈવના આકારમાં ગંગા નદીના કિનારે 15.25 કિલોમીટર વિસ્તાર પર નદી કિનારાનો વિકાસ કરવામાં આવ્યો છે. જે સંગમથી નાગવસુકી મંદિર, સુર્દાસથી છટનગ અને કર્સન બ્રિજથી મહાવીર પુરી સુધી વિસ્તાર છે.

શ્રદ્ધાળુઓની ગણતરી માટે ત્રણ ટેકનિકલ પદ્ધતિનો કરાશે પ્રયોગ

કરોડોની સંખ્યામાં ભકતો પ્રયાગરાજ મહાકુંભ-2025માં ભાગ લેશે. દરેક વ્યક્તિની ગણતરી કરવા માટે ત્રણ ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ પદ્ધતિ એ એટ્રિબ્યૂટ-આધારિત શોધ છે.. જેમાં વ્યક્તિના ગુણધર્મોની શોધ માટે કેમેરાની મદદથી ટ્રેકિંગ કરવામાં આવશે. બીજી પદ્ધતિ RFID રિસ્ટ બેન્ડ છે, જે ભક્તોને આપવામાં આવશે. આ રિસ્ટ બેન્ડ દ્વારા RFID રીડર દ્વારા પ્રવેશ અને નીકળવા સમયની ગણતરી કરવામાં આવશે. ત્રીજી પદ્ધતિ મોબાઈલ એપ્લિકેશન ટ્રેકિંગ છે, જેમાં શ્રદ્ધાળુઓની સંમતિથી તેમની લોકેશન GPS દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-12-2024
Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:06 pm, Tue, 10 December 24

Next Article