કેરળ: કોચીમાં કન્વેન્શન સેન્ટરમાં 5 બ્લાસ્ટ, અંદાજે 36 ઘાયલ અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે કરી વાત
કેરળના કોચીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. કલામસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બ્લાસ્ટ સ્થળને કોર્ડન કરી લીધું છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે

કેરળના કોચ્ચિમાં એક કન્વેન્શન સેન્ટરમાં એક બાદ એક 5 બ્લાસ્ટ થવાથી હડકંપ મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં એક મહિલા સહિત 36 લોકોને ગંભીર ઈજા થઈ છે. જેમને સારવાર અર્થ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટ રિવવારે સવારે થયો હતો. જ્યારે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી.આ સમગ્ર મામલાની જાણકારી મળતા જ કલામાસેરી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.તેમણે જણાવ્યું કે, હાલમાં વિસ્ટફોટનું કારણ શોધી રહી છે. પોલીસે ઘટના સ્થળની ચારે બાજુ ચુસ્ત સુરક્ષા ગોઠવી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે. જે સમયે બ્લાસ્ટ થયો તે સમયે કન્વેશન સેન્ટરમાં હજારો લોકો સામેલ હતા.
સરકારી ડોક્ટરોને ફરજ પર આવવા સુચના
ધમાકામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને કલામાસેરી મેડિકલ સહિત અસાપાસની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ બાદ સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે સરકારી ડોક્ટરોને ફરજ પર આવવા કહ્યું છે. તેમણે તમામ ઘાયલોને વધુ સારી સારવાર આપવા સૂચના આપી છે.કેરળના સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટનાને અમે ખુબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મે ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ સમગ્ર જાણકારી સામે આવશે.
અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી
ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટનાને લઈને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી સમગ્ર જાણકારી મેળવી છે. ત્યારબાદ ગૃહપ્રધાને રાજ્યમાં એનઆઈએ અને એનએસજીની ટીમને મોકલવાનો નિર્દેશ કર્યો છે. એનઆઈએ અને એનએસજીની ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. તપાસ પરી થયા સુધી કેન્દ્રિય તપાસ એજન્સીની ટીમ ત્યાં જ રહેશે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
