AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naxal Attack: 13 વર્ષ, 9 નક્સલી હુમલા, 200 જવાન શહીદ, જાણો ક્યારે ક્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળોને બનાવ્યા નિશાન

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આ વખતે નક્સલવાદીઓએ ડીઆરજી જવાનોને નિશાન બનાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ છત્તીસગઢના સીએમ સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

Naxal Attack: 13 વર્ષ, 9 નક્સલી હુમલા, 200 જવાન શહીદ, જાણો ક્યારે ક્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળોને બનાવ્યા નિશાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 6:55 PM
Share

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં બુધવારે (26 એપ્રિલ)ના રોજ થયેલા માઓવાદી હુમલામાં 11 DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનો શહીદ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ લેન્ડમાઇન વિસ્ફોટ કર્યો. તેમણે કહ્યું કે અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, નક્સલ વિરોધી અભિયાનમાં દંતેવાડાથી ડીઆરજી ફોર્સને રવાના કરવામાં આવી હતી.

આ પણ વાચો:Breaking news : છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલામાં 11 જવાનો શહીદ

આ હુમલા બાદ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને નક્સલવાદને ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે DRG ફોર્સ પર IED બ્લાસ્ટને કારણે આપણા જવાનોના શહીદ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. અમે તમામ રાજ્યના લોકો તેમને આદર આપીએ છીએ. નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું. આ પહેલા પણ નક્સલવાદીઓ અનેકવાર હુમલા કરી ચુક્યા છે.

દેશમાં ક્યારે મોટા નક્સલવાદી હુમલા થયા હતા

  1. 6 એપ્રિલ, 2010 – છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 76 જવાનો શહીદ
  2. 25 મે, 2013 – કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર ખીરામ ઘાટીમાં હુમલો થયો, કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 30થી વધુ લોકો માર્યા ગયા
  3. 11 માર્ચ, 2014 – સુકમા જિલ્લાના તાહકવાડામાં નક્સલી હુમલો, 15 સૈનિક શહીદ
  4. 12 એપ્રિલ, 2014- છત્તીસગઢના બસ્તર જિલ્લાના દરભામાં નક્સલી હુમલો, 5 જવાન સહિત 14 લોકોના મોત
  5. 11 માર્ચ, 2017 – સુકમાના અંતરિયાળ ભેજી વિસ્તારમાં નક્સલવાદી હુમલામાં 12 CRPF જવાન શહીદ થયા.
  6. 24 એપ્રિલ, 2017 – સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 25 જવાનો શહીદ થયા.
  7. 21 માર્ચ, 2020 – સુકમા જિલ્લાના મીનપામાં સૈનિકો પર નક્સલી હુમલો, 17 સૈનિક શહીદ
  8. 23 માર્ચ, 2021 – છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સૈનિકોથી ભરેલી બસ પર હુમલો, 5 સૈનિક શહીદ
  9. 4 એપ્રિલ 2021- છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર નક્સલી હુમલો, 22 જવાનો શહીદ

કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રી સાથે વાત કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના સીએમ સાથે વાત કરી અને દંતેવાડા જિલ્લાના અરનપુર નજીક નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનો વિશે જાણકારી મેળવી હતી. તેમણે છત્તીસગઢના સીએમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે માઓવાદીઓએ અરનપુર રોડ પર લેન્ડમાઇન વિસ્ફોટ કર્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ વધારાની ફોર્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">