AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Rain: ભારે વરસાદથી બેહાલ કેરળ, રાહત શિબિરોની વ્યવસ્થા માટે ગ્રામ અધિકારીઓને મળશે 25 હજાર રૂપિયા

IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પર સક્રિય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ થયો હતો.

Kerala Rain: ભારે વરસાદથી બેહાલ કેરળ, રાહત શિબિરોની વ્યવસ્થા માટે ગ્રામ અધિકારીઓને મળશે 25 હજાર રૂપિયા
Kerala Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:49 AM
Share

Kerala Rain: કેરળમાં સતત થઈ રહેલા ભારે વરસાદ (Heavy rain)ને કારણે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD) એ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 25 ઓક્ટોબર સુધી ‘ઓરેન્જ’ (Orange Alert) અને ‘યલો’ એલર્ટ (Yellow Alert) જારી કર્યા છે. દરમિયાન, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેરળ સરકારે જિલ્લા કલેક્ટરને જરૂરી વ્યવસ્થા કરવા માટે ગ્રામ્ય અધિકારીઓને 25,000 રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી છે.

રાજ્ય સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાહત શિબિરો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરને 25 હજાર રૂપિયાની રકમ જાહેર કરવામાં આવે.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, જિલ્લા કલેક્ટરને રાહત શિબિરો (Relief Camp) માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા, ઈમરજન્સી વર્કર્સને ખોરાક-પાણી પૂરા પાડવા, પડતા વૃક્ષો દૂર કરવા અથવા આવી અન્ય કટોકટી માટે દરેક ગામના અધિકારીને 25,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે IMD એ આગાહી કરી છે કે ગુરુવારથી શનિવાર સુધી કેરળમાં ખૂબ વ્યાપક વરસાદની સંભાવના છે.

આઠ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ તે જ સમયે, હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના નવીનતમ અપડેટમાં આઠ જિલ્લાઓ – પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે.

IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પર સક્રિય છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ થયો હતો.

અનેક અકસ્માતોમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા પલક્કડ જિલ્લામાં પરમ્બિકુલમમાં 12 સેમી વરસાદ નોંધાયો છે જ્યારે એર્નાકુલમાં પલ્લુરુથી 11 સેમી વરસાદ નોંધાયો છે. IMD ડેટા દર્શાવે છે કે 1-19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ રાજ્યમાં 135 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. 16 ઓક્ટોબરે ભારે વરસાદ દરમિયાન, IMD એ રેડ એલર્ટ જારી કર્યું જે ભારે વરસાદ સૂચવે છે. કેરળના દક્ષિણ-મધ્ય જિલ્લાઓમાં ભૂસ્ખલન અને અન્ય વરસાદ સંબંધિત અકસ્માતોની ઘણી ઘટનાઓ બની હતી, જેના પરિણામે ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: Surat: સંચાલકો અને એસોસિએશનના વિપરીત દાવા વચ્ચે, દિવાળીમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોએ ચુકવવી પડશે તગડી રકમ

આ પણ વાંચો: KarvaChauth2021: આ વખતે કરવા ચોથ પર તમારી પત્નીને આપો આ ખાસ ભેટ, વધતી ઉંમર સાથે આવક પણ વધશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">