કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને (Pinarayi Vijayan, CM Kerala) ગુરુવારે CAA મુદ્દે પોતાનું વલણ જાળવી રાખતા કહ્યું કે રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારોહ પછી જનતાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “CAA કેરળમાં લાગુ કરવામાં આવશે નહીં.” તેમણે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે, જે અમે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે.
વિજયને પોતાના સંબોધનમાં કહ્યું કે આપણા દેશમાં ધર્મના આધારે ક્યારેય નાગરિકતા નક્કી કરવામાં આવી નથી. અહીં કોઈ પણ ધર્મનું હોવું એ નાગરિકતાનો માપદંડ નથી, લોકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ કરવાનો અથવા કોઈપણ ધર્મમાં વિશ્વાસ કર્યા વગર જીવવાનો અધિકાર છે.
CAA માટે ભાજપ (BJP) ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “કેન્દ્ર સરકાર નાગરિકતા સુધારો કાયદો લાવી છે જે લોકોને ચોક્કસ ધર્મના આધારે અલગ કરી શકે છે અને તેમની નાગરિકતા પણ છીનવી શકે છે.”
ડાબેરી મોરચાએ સ્પષ્ટ અને મજબૂત વલણ અપનાવ્યું મુખ્યમંત્રીએ કહ્યું, “ડાબેરી મોરચાએ હંમેશા આવા મુદ્દાઓ પર સ્પષ્ટ અને મજબૂત વલણ અપનાવ્યું છે. અમે સ્પષ્ટપણે કહ્યું કે અમે નાગરિકતા કાયદો લાગુ કરવા માટે તૈયાર નથી. ઘણા લોકોએ અમારી મજાક ઉડાવી અને પૂછ્યું કે એક રાજ્ય કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા નિયમનો અમલ કેવી રીતે ન કરી શકે પરંતુ તે સમયે અમે જે સ્ટેન્ડ લીધું હતું તે હજુ પણ તે જ વલણ અપનાવી રહ્યા છે અને આવતીકાલે પણ અપનાવશુ કે નાગરિકતા સુધારો કાયદો અહીં લાગુ કરવામાં આવશે નહીં.”
કાયદો ભારતીય નાગરિકત્વ આપે છે CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના પીડિત લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે પરવાનગી આપે છે. કાયદાની જોગવાઈઓ અનુસાર, આ સમુદાયના લોકો કે જેઓ આ ત્રણ દેશોમાં ધાર્મિક દમનને કારણે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવ્યા હતા, તેમને ગેરકાયદેસર સ્થળાંતર કરનારા તરીકે ગણવામાં આવશે નહીં પરંતુ તેમને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.
આ પણ વાંચો: Photos : નોરા ફતેહીએ બોલ્ડ અંદાજમાં પોતાની તસવીરો કરી શેયર, ફોટોઝ જોઇને ફેન્સની હાર્ટ બીટ્સ વધી