AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેજરીવાલનું હિન્દુ કાર્ડ ! કહ્યું- ચલણી નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી-ગણેશની પણ હોવી જોઈએ તસવીર

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ત્યાંની 85 % વસ્તી મુસ્લિમ છે, 2 % હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણ પર ગણેશજીની તસવીર લગાવી છે.

કેજરીવાલનું હિન્દુ કાર્ડ ! કહ્યું- ચલણી નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી-ગણેશની પણ હોવી જોઈએ તસવીર
Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 2:09 PM
Share

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભારતીય ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીરો લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે ભારતીય ચલણી નોટો પર એક તરફ ગાંધીજી અને બીજી તરફ લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર લગાવવામાં આવે. તેમણે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ હવે પછી જે નવી નોટો છાપવામાં આવે તેમાં લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોવી જોઈએ.

અરવિંદ કેજરીવાલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ દેવતા વિરુદ્ધ નિવેદન અને દિવાળી પર ફટાકડા ફોડવાના નિર્ણય બાદ વિપક્ષ સતત અરવિંદ કેજરીવાલ પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યો હતો. કેજરીવાલે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, આ માટે ઘણા પગલાં ભરવા પડશે. સારી શાળાઓ, હોસ્પિટલો, પાયાની સુવિધાઓ હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય.

જ્યારે ઈન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? – કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ત્યાંની 85 % વસ્તી મુસ્લિમ છે, 2 % હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણ પર ગણેશજીની તસવીર લગાવી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે હું કેન્દ્ર સરકાર અને મોદીજીને વિનંતી કરું છું કે ભારતીય ચલણ પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી અને ગણેશજીની તસવીર લગાવી જોઈએ. અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ હવે પછી જે નવી નોટો છપાય છે તેના પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર છપાયેલી હોવી જોઈએ.

‘ભગવાનની પૂજા કરતી વખતે આ વિચાર આવ્યો’

કેજરીવાલે કહ્યું કે દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજા કરતી વખતે આ વિચાર આવ્યો. તેમણે કહ્યું કે હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે. પરંતુ, તમને ભગવાનના આશીર્વાદ ચોક્કસ મળશે. અમે કોઈને દૂર કરવાની વાત નથી કરી રહ્યા. જો ઇન્ડોનેશિયા તે કરી શકે છે, તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે. હું પણ કાલે કે પરમ દિવસે આ અંગેનો પત્ર લખીશ.

‘MCDમાં 15 વર્ષનું કુશાસન’

દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતની ચૂંટણી એકસાથે યોજાવા પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્લીની જનતા અહીં ચૂંટણી લડશે. તો ત્યાં ગુજરાતની જનતા ગુજરાતમાં ચૂંટણી લડશે. અહીં MCDમાં 15 વર્ષનું કુશાસન છે. ત્યાં 27 વર્ષનું સારું કામ ગણાવી શકાય નહીં. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સીએમએ કહ્યું કે તેઓએ (ભાજપ) ખૂબ પ્રયાસ કર્યા, ખોટું સીમાંકન કર્યું. પણ જનતાનો મિજાજ છે, જનતાએ મન બનાવી લીધું છે.

g clip-path="url(#clip0_868_265)">