AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?

કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન માટે પહોંચી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પાણીની 20 રૂપિયાવાળી બોટલ કેદારનાથ ધામમાં 80 રૂપિયાની મળે છે.

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?
| Updated on: Apr 24, 2026 | 4:17 PM
Share

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામના કપાટ ખૂલતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભાવિકોની સૌથી વધુ ભીડ કેદારનાથધામમાં દેખાઈ રહી છે. દર્શન માટે પહોંચેલા ભક્તોને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અને અસુવિધાથી બચાવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવ્યુ છે. આ વચ્ચે એક ચર્ચા એવી સામે આવી રહી છે કે કેદારનાથધામમાં પાણીની બોટલ 80 રૂપિયામાં મળે છે. જ્યારે તેની વાસ્તવિક કિંમત 20 રુપિયા છે. આની પાછળ મજબુરીનો લાભ લેવાની વૃતિ છે કે બીજુ કોઈ કારણ છે આવો જાણીએ.

કેદારનાથમાં દુકાન ચલાવનારા એક દુકાનદારે નામ ન આપવાની શરતે જણાવ્યુ કે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવા પાછળ તેમની મજબુરી છે. પાણીની બોટલને કેદારનાથ સુધી લાવવામાં જે ખર્ચ થાય છે, તેને તેની MRP સાથે જોડીને વેચવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે ઋશિકેશથી ગૌરીકુંડ સુધી તો પાણીની પેટીઓ ટ્રકમાં આવે છે. પરંતુ ગૌરીકુંડ પછીનો રસ્તો વાહનો માટે નથી.

પાણીના ભાવ 20 થી 80 રૂપિયા હોવાનો હિસાબ

દુકાનદારે જણાવ્યુ કે ગૌરીકુંડ થી કેદારનાથ સુધીનું અંતર લગભગ 18 કિલોમીટર છે અને પાણીની પેટીઓ ખચ્ચર દ્વારા ધામ સુધી પહોંચે છે. એક ખચ્ચર પર પાણીન વધુમાં વધુ ચાર પેટીઓ લાદી શકાય છે. પાણીની પેટીઓની કિંમત સહિત ખચ્ચરનું ભાડુ 3500 રૂપિયા છે. જો હિસાબ લગાવવામાં આવે તો એક પેટીમાં 12 બોટલ હોય છે એટલે 4 પેટીમાં 48 બોટલ અને કેદારનાથ પહોંચતા સુધીમાં એક બોટલ દુકાનદારને 72 થી 92 રૂપિયામાં પડે છે.

‘ઓછા ભાવે વેચશો તો ખોટ જશે’

દુકાનદારે જણાવ્યુ કે દુકાનનું ભાડુ પણ તેને આપવાનું હોય છે. એવામાં પોતાની બચત કાઢવા માટે તેણે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવી એ તેમની મજબુરી છે. કારણ કે તેનાથી ઓછા ભાવે તે વેચશે તો તેને ખોટ જશે. ખચ્ચર ઉપરાંત કેટલાક પિઠ્ઠુ પર પણ લાદીને પાણીની બોટલ કેદારના સુધી પહોંચાડે છે અને તેનું ભાડુ જોડ્યા બાદ કિંમત લગભગ સરખી જ થઈ જાય છે.

કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન

કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલ્યા હતા અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થઈ ગઈ હતી. વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ભક્તોને બાબા કેદારનાથના સુગમ દર્શન કરાવવા માટે ઉત્તરાખંડ સરકાર તરફથી કેદારનાથમાં ટોકન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ટોકન પર નંબર હોય છે અને તેના આધારે જ ભક્તો લાઈનમાં રહીને દર્શન કરી શકે છે.

ભારતને નર્ક કહેવાની ટ્રમ્પની લવારીનો ઈરાને આપ્યો જવાબ, કહ્યુ “ક્યારેક ભારત આવીને જુએ પછી…..”

Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
g clip-path="url(#clip0_868_265)">