કાશ્મીર ટાઈગર્સે પોલીસ બસ પર કર્યો હતો આતંકી હુમલો, નવું નામ અને જૂનું કામ; જાણો- કઈ છે આ આતંકી સંસ્થા

આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન પોષણ આપી રહ્યુ છે તેવુ ભારતે આતંરરાષ્ટ્રીયસ્તરે સાબિત કરી બતાવ્યુ છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓએ પાકિસ્તાન સાથે મળીને નવી રણનીતિ તૈયાર કરી છે.

કાશ્મીર ટાઈગર્સે પોલીસ બસ પર કર્યો હતો આતંકી હુમલો, નવું નામ અને જૂનું કામ; જાણો- કઈ છે આ આતંકી સંસ્થા
Terrorist attack in Kashmir (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 3:32 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) શ્રીનગરમાં સોમવારે સાંજે પોલીસ બસ (Police bus) પર કરાયેલા આતંકવાદી હુમલામાં (Terrorist attacks ) પ્રશાસને ‘કાશ્મીર ટાઈગર્સ’ (Kashmir Tigers) નામના સંગઠનનો હાથ હોવાનું જણાવ્યું છે. ઓગસ્ટ 2019માં કલમ 370 (Section 370)નાબૂદ થયા બાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા છે, જેમાં 3 શહીદ થયા છે. આ સિવાય હોસ્પિટલમાં 11 લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંથી ઘણાની હાલત નાજુક છે. આ હુમલો કરનારા કાશ્મીર ટાઈગર્સનું નામ બહુ ઓછા લોકો જાણે છે. તેની ચર્ચા આ વર્ષે જાન્યુઆરીમાં જ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે તે ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું (Jaish-e-Mohammed) શેડો ગ્રુપ છે.

આ આતંકવાદી સંગઠને આ વર્ષે જૂનમાં દક્ષિણ કાશ્મીરમાં ગ્રેનેડ હુમલાની જવાબદારી લીધી હતી. ઓગસ્ટ 2019 થી, પોલીસે ઘણા નવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી એક છે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને બીજું પીપલ અગેઈન્સ્ટ ફાસીસ્ટ ફોર્સિસ. આ તમામ સંગઠનો કુખ્યાત આતંકવાદી જૂથો હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આતંકવાદી સંગઠનોએ તેમની રણનીતિ બદલી છે. હવે તેઓ અગાઉના જેહાદી પ્રકારનાં નામો સાથે સંગઠનો બનાવતા નથી. હવે તેઓ એવા નામો આપી રહ્યા છે. જે ધરમૂળથી અલગ લાગે છે. નવા નામ સાથે આતંકી હુમલા કરે છે.

આતંકવાદી સંગઠનો કેમ નામ બદલીને આતંક ફેલાવે છે આવું જ એક અલગ સંગઠન કાશ્મીર ટાઈગર્સ પણ છે, જે જૈશ-એ-મોહમ્મદનું પેટા સંગઠન હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આ નવા નામો પાછળ એક ડિઝાઇન છે. એક અધિકારીએ કહ્યું, “કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાન પર દબાણ છે, પરંતુ તે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની અવગણના કરી શકે નહીં.” તેથી તે આ નવી પદ્ધતિ લઈને આવ્યુ છે. લશ્કર અને જૈશ-એ-મોહમ્મદના નામ પરથી જ ખબર પડી કે તેઓ કટ્ટર ધાર્મિક સંગઠનો છે. આ બન્ને સંગઠનોને પાકિસ્તાન પોષણ આપી રહ્યુ છે તેવુ ભારતે આતંરરાષ્ટ્રીયસ્તરે સાબિત કરી બતાવ્યુ છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓએ પાકિસ્તાન સાથે મળીને નવી રણનીતિ તૈયાર કરી છે. હવે તેઓ એવા નામો રાખી રહ્યા છે જે બિનસાંપ્રદાયિક હોવાનો દેખાડો કરે અને તે તેની મૂળ ઓળખ સાથે જોડાયેલુ રહે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પણ વાંચોઃ

જાણો છો ? PM મોદીના કાફલામાં ચાલતુ આ વાહન સુરક્ષા માટે છે બ્રહ્માસ્ત્ર

આ પણ વાંચોઃ

કાશીમાં શ્રમિકો પર ફૂલ વરસાવવાથી લઈને સફાઈ કામદારોના પગ ધોવા સુધી, પીએમ મોદીએ હંમેશા શ્રમિકોને સન્માન આપ્યુ, જુઓ તસવીરો

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">