Hijab Controversy : કર્ણાટકના માંડ્યામાં હિજાબને લઈને માતા-પિતા અને શિક્ષક વચ્ચે ધમસાણ, વિદ્યાર્થિનીઓને શાળામાં ન મળ્યો પ્રવેશ

દિવસેને દિવસે હિજાબ વિવાદ વધુ વણસી રહ્યો છે. આજે કર્ણાટકના મંડ્યામાં એક શાળાની બહાર વિદ્યાર્થીઓના માતા-પિતા અને શિક્ષક વચ્ચે હિજાબને લઈને ધમસાણ થઈ છે.

Hijab Controversy : કર્ણાટકના માંડ્યામાં હિજાબને લઈને માતા-પિતા અને શિક્ષક વચ્ચે ધમસાણ, વિદ્યાર્થિનીઓને શાળામાં ન મળ્યો પ્રવેશ
Hijab Controversy in Karnataka (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 12:52 PM

Hijab Controversy :  કર્ણાટકમાં હિજાબનો વિવાદ (Karnataka Hijab Controversy)અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજો ફરીથી ખોલી છે. પરંતુ ફરી એકવાર હિજાબ વિવાદને લઈને તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યના માંડ્યામાં રોટરી સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના (Student) માતા-પિતા અને શિક્ષક વચ્ચે ધમસાણ થઈ છે. શિક્ષકે કહ્યુ કે વિદ્યાર્થિનીઓએ શાળાએ આવતા પહેલા પોતાનો હિજાબ ઉતારવો પડશે. જ્યારે, વિદ્યાર્થીઓના માતાપિતા હિજાબ પહેરીને જ શાળામાં પ્રવેશ આપવાનુ કહી રહ્યા છે.

રાજ્યમાં હાલ સ્થિતિ શાંતિપૂર્ણ

હિજાબ વિવાદ વચ્ચે, કર્ણાટકમાં (Karnataka) આજથી ધોરણ 10 સુધીની શાળાઓ શારીરિક વર્ગો માટે ખુલ્લી છે.ઉડુપી જિલ્લાના અધિકારીએ કહ્યુ કે, હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ આવવા લાગ્યા છે. હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને જિલ્લા વહીવટી તંત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કરી રહ્યું છે. સ્થિતિને શાંત કરવા માટે ઉડુપી જિલ્લામાં 19 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકે ડેપ્યુટી કમિશનર એમ કુર્મા રાવને હાઇસ્કૂલોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવા વિનંતી કરી હતી. આદેશ અનુસાર શાળાઓના આ વર્તુળમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

CM બોમ્મઈએ શાંતિ પુનઃસ્થાપિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

બીજી તરફ કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ (CM Basavraj Bommai) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યભરમાં ધોરણ 10 સુધીની હાઈસ્કૂલો ફરી શરૂ થાય તે પહેલાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત થઈ જશે. રાજ્યમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદને કારણે આ શાળાઓને બંધ કરવામાં આવી હતી. બોમ્મઈએ કહ્યુ કે, પ્રિ-યુનિવર્સિટી અને ડિગ્રી કોલેજો ફરીથી ખોલવા અંગેનો નિર્ણય પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી લેવામાં આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ધોરણ 10 સુધીની શાળાઓ આવતીકાલે ફરી ખુલશે. તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો, પોલીસ અધિક્ષકો અને જાહેર સૂચનાઓના નાયબ નિર્દેશકોને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે મહત્વપૂર્ણ શાળાઓમાં માતાપિતા અને શિક્ષકોની શાંતિ બેઠક બોલાવવા માટે કહેવામા આવ્યુ છે.

આ પણ વાંચો : Pulwama Attack: પુલવામા હુમલાના પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો, જવાન અને ડ્રાઈવર વચ્ચે મોત રમી રહ્યુ હતું રમત, છેલ્લી ક્ષણ પર બદલાઈ ગઈ રમત

g clip-path="url(#clip0_868_265)">