Hijab Controversy : વિદ્યાર્થીનીઓએ યુનિફોર્મ સાથે મેચિંગ હિજાબ પહેરવાની હાઈકોર્ટમાં કરી માગ, આજે થશે સુનાવણી

કર્ણાટકના ઉડુપી સહિત અનેક રાજ્યોમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે હાઈકોર્ટ આજે ફરી આ મામલે સુનાવણી કરવા જઈ રહી છે.

Hijab Controversy : વિદ્યાર્થીનીઓએ યુનિફોર્મ સાથે મેચિંગ હિજાબ પહેરવાની હાઈકોર્ટમાં કરી માગ, આજે થશે સુનાવણી
Karnataka Hijab Controversy (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 12:47 PM

Hijab Controversy : કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka Highcourt) ચાલી રહેલા હિજાબ વિવાદ કેસની સુનાવણી દરમિયાન વિદ્યાર્થિનીઓએ એક માંગ કરી હતી. હિજાબ પહેરવાની તરફેણમાં પિટિશન દાખલ કરનાર વિદ્યાર્થીનીઓએ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે તેઓને સ્કૂલ યુનિફોર્મ (School Uniform)  સાથે મેચિંગ હિજાબ (Hijab)  પહેરવાની મંજૂરી આપવામાં આવે. શાંતિ, સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને અસર કરતા કોઈપણ કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવતા સરકારના આદેશને પડકારનાર વિદ્યાર્થીનીઓએ ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ જેએમ કાઝી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બેન્ચ સમક્ષ આ રજૂઆત કરી હતી. આ મામલે આજે સુનાવણી થવાની છે.

વકીલ દેવદત્ત કામતે કર્યો આ દાવો

સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજ, ઉડુપીની આ વિદ્યાર્થીનીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ દેવદત્ત કામતે બેન્ચ સમક્ષ દાવો કર્યો હતો કે મુસ્લિમ કેન્દ્રીય વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ હિજાબ પહેરવાની છૂટ છે અને તે અહીં પણ તે અમલમાં છે. તેમણે વધુમાં કહ્યુ કે હિજાબ પહેરવું એ ફરજિયાત ધાર્મિક પ્રથા છે અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો એ બંધારણના અનુચ્છેદ 25માં આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન છે.

હિજાબ કેસમાં આજે સુનાવણી થશે

એડવોકેટ દેવદત્ત કામતે વધુમાં કહ્યુ કે, પ્રી-યુનિવર્સિટી સેકન્ડ યરની વિદ્યાર્થિનીઓએ બે વર્ષ પહેલા પ્રવેશ લીધો ત્યારથી તેઓ હિજાબ પહેરે છે. બીજ તરફ સરકારનું કહેવું છે કે હિજાબ પહેરવું એ સમસ્યા બની શકે છે કારણ કે અન્ય વિદ્યાર્થીનીઓ પણ તેમની ધાર્મિક ઓળખ પ્રદર્શિત કરવા માગે છે, ત્યારે આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલમાં હિજાબ વિવાદને લઈને ઉડુપી સહિત કર્ણાટકના ઘણા શહેરોમાં તણાવ છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કર્ણાટકમાં આવતીકાલથી કોલેજો ખુલશે

બીજી તરફ હાઈકોર્ટની સુનાવણી સાથે બુધવારથી પ્રી-યુનિવર્સિટી ક્લાસ અને ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિજાબ વિવાદ બાદ તેઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈની (CM Basavaraj Bommai)અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે આ અંગે જણાવ્યુ હતું કે, બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ  બુધવારથી પ્રિ-યુનિવર્સિટી ક્લાસ અને ડિગ્રી કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Hijab Row: કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી વચ્ચે આવતીકાલથી ખુલશે તમામ શાળા-કોલેજો, પ્રદર્શન બાદ સરકારે બંધ કરવાનો નિર્ણય લીધો હતો

g clip-path="url(#clip0_868_265)">