Vadodara : હિજાબ વિવાદ મુદ્દે તાંદલજામાં મહિલાઓના દેખાવો, પોલીસે અટકાયત કરી

Vadodara : હિજાબ વિવાદ મુદ્દે તાંદલજામાં મહિલાઓના દેખાવો, પોલીસે અટકાયત કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:16 PM

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મહિલાઓએ હિજાબ સાથે ત્રિરંગાની ઓઢણી ઓઢી સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. તો દેખાવા ઉગ્ર બને તે પહેલા જ પોલીસ ત્યાં પહોચી કેટલાકની અટકાયત કરી લીધી છે.

હિજાબ વિવાદની(Hijab Contravorsey ) આગ હવે ગુજરાત સુધી પહોંચી ગઈ છે. વડોદરાના (Vadodara) તાંદલજા વિસ્તારમાં મહિલાઓએ(Women) હિજાબ સાથે ત્રિરંગાની ઓઢણી ઓઢી સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. તો દેખાવા ઉગ્ર બને તે પહેલા જ પોલીસ ત્યાં પહોચી કેટલાકની અટકાયત કરી લીધી છે.જો કે આ મહિલાઓએ પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ગુજરાતમાં પણ હિજાબ વિવાદ શરૂ થયો છે. જેમાં શનિવારે અમદાવાદ અને સુરતમાં હિજાબ વિવાદને લઇને રેલી યોજવાના પ્રયાસોને પોલીસે અટકાવી દીધા છે. તેમજ અમદાવાદ અને સુરતમાં રાજકીય પક્ષોના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેમાં હિજાબ વિવાદને રાજકીય પક્ષો રાજકીય રંગ આપવાની કોશીશ કરી રહ્યા હતા. જેમાં અમદાવાદમાં કોંગ્રેસના માયનોરીટી સેલ દ્વારા અને સુરતના એઆઇઆઇએમ દ્વારા હિજાબ રેલીનું આયોજન કરવામાં આવનારું હતું. જો કે પોલીસે કાર્યકરોનિ અટકાયત કરતાં રેલી રદ કરવામાં આવી હતી

આ ઉપરાંત કર્ણાકટ હિજાબ વિવાદ ની અસર અમદાવાદમ પણ જોવા મળી રહી છે. જેમાં વિવાદ બાદ હિજાબની ખરીદીમાં વધારો થયો છે. અમદાવાદ કાલુપુર ખાતે હિજાબની ખરીદી કરવા માટે મહિલાઓ ઉમટી છે. જેમા બહારગામથી પણ લોકો હિજાબની ખરીદી કરવા માટે આવી રહ્યાં છે. વેપારીઓના મતે હિજાબની ખરીદીમાં 50 ટકાનો વધારો થયો છે. હિજાબની ખરીદી કરી રહેલી મહિલાઓ કહે છે કે હિજાબને લઇને કોઇ વિવાદ ન થવો જોઇએ. હિજાબ અમારી સુરક્ષા છે અને અમે અમારી મરજીથી આ હિજાબ પહેરીએ છીએ.

આ પણ વાંચો : Bhavnagar: ચોકીદારને ધમકાવી રૂ.19 લાખના કોપર બ્રાસના સ્ક્રેપની ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

આ પણ વાંચોખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત

g clip-path="url(#clip0_868_265)">