કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ભારતીય મંદિર સ્થાપત્ય ‘દેવાયતનમ’ પર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું- ભારતની સંસ્કૃતિના પ્રતિક છે મંદિર
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે મંદિરો ભારતની સંસ્કૃતિ અને જીવનશૈલીના પ્રતિક છે. દેશના સમૃદ્ધ મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાને ઉજવવાની અને જાળવવાની જરૂર છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ સ્વતંત્રતાના અમૃત ઉત્સવના ભાગરૂપે કર્ણાટકના હમ્પી ખાતે ‘દેવાયતનમ’ (DEVAYATANAM) – ભારતીય મંદિર સ્થાપત્યની લાંબી સફરની થીમ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે. જેનું ઉદ્ઘાટન સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ (G Kishan Reddy) કર્યું છે. દરમિયાન, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ પ્રી-રેકોર્ડેડ સંદેશ દ્વારા સંમેલનને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. કર્ણાટકના પ્રવાસન પ્રધાન આનંદ સિંહ, પરિવહન પ્રધાન બી શ્રીરામુલુ, બેલ્લારીના ધારાસભ્ય જી સોમશેખર રેડ્ડી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક વી વિદ્યાવતીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે મંદિરો ભારતની સંસ્કૃતિ અને જીવનશૈલીના પ્રતિક છે. દેશના સમૃદ્ધ મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને જાળવણી કરવાની જરૂર છે. આ કોન્ફરન્સ ભારતીય મંદિરો કલા અને સ્થાપત્યની ભવ્યતાની ચર્ચા, વિચાર-વિમર્શ અને વિશ્વમાં પ્રસારિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પીએમ નરેન્દ્ર મોદીનું 5Vનું વિઝન આપણને પ્રેરણા આપે છે, જે આપણને વિકાસ, વિરાસત, આસ્થા, વિજ્ઞાનમાં વિશ્વ અગ્રેસર બનવા તરફ દોરી જશે જેથી ભારત વિશ્વને રસ્તો બતાવશે.
Delighted to have inaugurated the International Conference #Devayatanam on Temple Architecture at World Heritage Site #Hampi in Karnataka.
This event will be an endeavor to👉Discuss 👉Deliberate 👉Disseminate the science & the art behind Temple Architecture.#AmritMahotsav pic.twitter.com/4oodnCMrKo
— G Kishan Reddy (@kishanreddybjp) February 25, 2022
મંદિરો એકતા-અખંડિતતા અને સભ્યતાને પ્રોત્સાહન આપે છેઃ કેન્દ્રીય મંત્રી
તેમણે કહ્યું કે આ ભૂમિના મંદિરોને અનેક આયામોના માધ્યમથી જોવા જોઈએ. કારણ કે તેઓ એક સાથે આત્માને આધ્યાત્મિક સુખાકારી, શિક્ષણ દ્વારા જ્ઞાન, સ્થાનિક સમુદાયને આર્થિક તકો, શિલ્પકારો, કલાકારો અને કારીગરો માટે સર્જનાત્મક આઉટલેટ પ્રદાન કરે છે. હિંદુ મંદિર એ કલા અને વિજ્ઞાનનું સંયોજન છે જેમાં શિલ્પ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૂમિતિ અને સમપ્રમાણતાનો સમાવેશ થાય છે. મંદિરો એકતા, અખંડિતતા અને સભ્યતાને પ્રોત્સાહન આપે છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હમ્પીના મંદિરો તેમની ભવ્ય પ્રતિભા, સ્કેલ અને ભવ્ય સ્થાપત્ય માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં પહેલાથી જ સામેલ છે. ભારતના 40 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શિલાલેખોમાંથી લગભગ 10 વિવિધ સ્થાપત્ય શૈલીઓ, પેટર્ન અને સમપ્રમાણતામાં હિંદુ મંદિરો છે. આ વર્ષે, કેન્દ્ર સરકારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં બેલુર અને સોમનાથપુરના હોયસલા મંદિરોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય ભારત ઘણા ભવ્ય મંદિરોનું પુનઃનિર્માણ કરી રહ્યું છે.
‘મંદિર હંમેશા ભારતીય જીવનની ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ રહ્યા છે’
સાંસ્કૃતિક મંત્રાલયનું કહેવું છે કે મંદિર હંમેશા પોતાની રીતે જ ભારતીય જીવન અને તેની ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ રહ્યા છે. મંદિર નિર્માણનો અભ્યાસ માત્ર ઉપખંડમાં જ પવિત્ર કાર્યના રૂપમાં કરવામાં આવતુ હતુ એવું નથી. પરંતુ આ વિચાર દક્ષિણપૂર્વ અને પૂર્વ એશિયા જેવા નજીકના પડોશમાં પણ પ્રસાર પામ્યા હતા. તેથી, મંદિર સ્થાપત્યની કળા અને તકનીક ભારતમાંથી અન્ય પ્રદેશોમાં કેવી રીતે ફેલાઈ અને આ કળામાં કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો તેનો રસપ્રદ અભ્યાસ બની જાય છે.
આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનની ગંભીર પરિસ્થિતિને પગલે ભારતીયો ચિંતિત, આ રાજ્ય સરકારોએ કેન્દ્રને કરી અપીલ