Karnataka Election : ‘નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ’ PM મોદીનો 36.6 કિમીનો બેંગલુરૂમાં પાવર પેક રોડ શો, કહ્યુ બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે

કર્ણાટકમાં આગામી 10 મેના રોજ મતદાન યોજવા જય રહ્યું છે ત્યારે હાલ પ્રધાનમંત્રીએ દ્વાર અહી મોટો રોડ શો યોજવામાં આવી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શહેરીજનો જોડાયા છે.

Karnataka Election : 'નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ' PM મોદીનો 36.6 કિમીનો બેંગલુરૂમાં પાવર પેક રોડ શો, કહ્યુ બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 12:38 PM

કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં રોડ શો યોજી રહ્યા છે. આ પછી તેઓ રવિવારે સવારે 10 થી 2:30 સુધી પણ રોડ શો કરશે. અગાઉ એક જ દિવસમાં 36.6 કિમીનો શો યોજાવાનો હતો, પરંતુ લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ફેરફાર કરાયો જે હવે બે ભાગમાં યોજાશે.

કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું કે આ રોડ શો શહેરના 28માંથી 19 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. વડાપ્રધાન શુક્રવારે જ બેંગલુરુ પહોંચ્યા હતા. તેમણે તુમાકુરુ ખાતે 14મી બેઠક યોજી હતી. મહત્વનુ છે કે PMનો રોડ શો ન્યૂ થિપ્પાસન્દ્રામાં કેમ્પે ગૌડાની પ્રતિમાથી બ્રિગેડ રોડ પર વોર મેમોરિયલ ખાતે સમાપ્ત કરાયો હતો. પાર્ટીએ રોડ શોનું નામ “નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ” રાખ્યું છે. જેનો મતલબ આપણું બેંગલુરુ, અમારું ગૌરવ છે. વડાપ્રધાન મોદી બદામી અને હાવેરીમાં જનસભા પણ કરશે. બીજા દિવસે એટલે કે રવિવારે સાંજે નંજનગુડના શ્રીકાંતેશ્વરના પ્રખ્યાત મંદિરમાં દર્શન અને પૂજા સાથે પોતાનો પ્રચાર ખતમ કરશે.

મતદાન અને મતગણતરીની રાહ

આગમી ટૂક સમયમાં જ્યારે કર્ણાટકમાં આગામી 10 મેના રોજ મતદાન થશે. જોકે આ ચૂટણીને લઈ કર્ણાટકમાં સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. નાના પક્ષોએ ત્રીજા દળ જેડીએસની ચિંતા વધારી દીધી છે. આમ આદમી પાર્ટી, બસપા, ઉત્તમ પ્રજાકિયા પાર્ટી, ડાબેરી પક્ષો, કર્ણાટક રાષ્ટ્ર સમિતિ, કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ જેવા નાના પક્ષોએ રાજ્યમાં મોટી સંખ્યામાં તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આ પણ વાંચો : શું છે બેસ્ટિલ ડે પરેડ, જેમાં ભાગ લેવા માટે PM મોદી પેરિસ જશે, જાણો સમારંભ સાથે જોડાયેલી પાંચ મહત્વની વાત

જેડીએસને આપવામાં આવેલ દરેક વોટ કર્ણાટકમાં રોકાણને અટકાવશે

કર્ણાટકમાં ભાજપની સીધી લડાઈ જેડીએસ અને કોંગ્રેસ સાથે છે. જેડીએસ પર ટિપ્પણી કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- જેડીએસના દરેક ઉમેદવાર માત્ર કોંગ્રેસના ઉમેદવાર છે. જેડીએસને આપવામાં આવેલ દરેક વોટ કર્ણાટકમાં રોકાણને અટકાવશે, જ્યારે અમારો સંકલ્પ કર્ણાટકને નંબર 1 રાજ્ય બનાવવાનો છે. કોંગ્રેસ-જેડીએસનો ટ્રેક રેકોર્ડ એ છે કે તેમના શાસનમાં સૌથી વધુ લૂંટ ગામના હક્કના પૈસાની છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">