Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આજે જાહેર થશે તારીખ, સવારે 11.30 વાગ્યે ECની પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ (ECI) કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરશે. આ અંગે વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સવારે 11.30 કલાકે, ચૂંટણી પંચે પત્રકાર પરિષદ બોલાવી છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. આ અંગે વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સવારે 11.30 કલાકે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ બોલાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ આગામી 24 મે 2023 સુધી છે. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 2011ની વસ્તી ગણતરી મુજબ કર્ણાટકની વસ્તી લગભગ 6 કરોડ 10 લાખ છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ પછી તત્કાલિન મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાના સાંસદ તરીકેની સદસ્યતા છીનવી લેવાયા બાદ હવે આ ચૂંટણી કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. તાજેતરમાં જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં જનતા મોદી સરકારની ખામીઓનો જવાબ આપશે.
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પૂર્ણ થશે
કુલ 224 બેઠક ધરાવતી કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ આગામી 24 મેના રોજ સમાપ્ત થશે. થોડા દિવસો પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કર્ણાટક રાજ્યની મુલાકાત લીધી હતી અને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે 36 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 15 બેઠકો અનામત છે.
2018માં કોને કેટલી મળી હતી બેઠક ?
કુલ બેઠકોઃ 224, બહુમતી- 123
- ભાજપ – 104
- કોંગ્રેસ – 80
- જેડીએસ – 37
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…