AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતાને લકવાએ ભરડામાં લીધો અને બે દિકરીઓએ કરી નાખ્યુ એવું કામ કે જે કોઈ દિકરો પણ ન કરી શકે

ઉત્તર પ્રદેશમાં કુશીનગર જિલ્લાના પડરૌના વિસ્તારમાં એક ગામ છે બનવારી ટોલા. આ ગામમાં બે બહેનો છે જ્યોતિ અને નેહા. 18 વર્ષીય જ્યોતિ અને 16 વર્ષીય નેહા બીજી છોકરીઓ કરતા બહુ જ જુદી છે અથવા એમ કહો કે પોતાના માતા-પિતા માટે આ બંને દિકરીઓ કોઈ પણ દિકરા કરતા વધુ છે. જ્યોતિ-નેહાને કોઈ ભાઈ નથી. જ્યોતિ અને […]

પિતાને લકવાએ ભરડામાં લીધો અને બે દિકરીઓએ કરી નાખ્યુ એવું કામ કે જે કોઈ દિકરો પણ ન કરી શકે
| Updated on: Jan 05, 2019 | 2:17 PM
Share

ઉત્તર પ્રદેશમાં કુશીનગર જિલ્લાના પડરૌના વિસ્તારમાં એક ગામ છે બનવારી ટોલા. આ ગામમાં બે બહેનો છે જ્યોતિ અને નેહા.

18 વર્ષીય જ્યોતિ અને 16 વર્ષીય નેહા બીજી છોકરીઓ કરતા બહુ જ જુદી છે અથવા એમ કહો કે પોતાના માતા-પિતા માટે આ બંને દિકરીઓ કોઈ પણ દિકરા કરતા વધુ છે. જ્યોતિ-નેહાને કોઈ ભાઈ નથી.

જ્યોતિ અને નેહાની ખાસિયત એ છે કે બંને પોતાના ગામમાં પુરુષો માટેનું સલૂન ચલાવે છે. દાઢી બનાવી અને વાળ કાપી પોતાનું ઘર ચલાવી રહી છે. નેહા અને જ્યોતિની આ હાલત પાછળ બહુ ઇમોશનલ કરી દેનાર કહાની છે કે જેના પગલે બંનેએ પોતાની જાતને છોકરા જેવી બનાવી દિધી.

આ પણ વાંચો : ઐશ્વર્યાએ નવા વર્ષે પોસ્ટ કરી એવી તસવીર કે જોઈને લાખો ફૅન્સ થઈ ગયાં દીવાના, આપના પણ ઉડી જશે હોશ, જુઓ તસવીર

પિતાને થયો લકવા, દિકરીઓએ સંભાળ્યું ઘર

પડરૌના ગામમાં રહેતા ધ્રુવ નારાયણની કુલ છ દિકરીઓ છે. ધ્રુવ નારાયણ ગામમાં જ દાઢી-વાળ બનાવવાનો નાનકડો ખુમચો લગાવતા હતા. આનાથી થયેલી કમાણીથી જ તેમણે પોતાની ચાર દિકરીઓના લગ્ન કર્યા. ત્યાર બાદ ઘરમાં જ્યોતિ અને નેહા રહી ગઈ. પાંચ વર્ષ સુધી બધુ ઠીક-ટાક રહ્યું, પણ 2014માં આ નાનકડા પરિવાર પર બીમારીએ કેર વરસાવ્યો.

આ પણ વાંચો : WHATSAPPના આ ફાઉંડર્સે પણ પોતાના લગ્નની કંકોત્રી આવી નહીં બનાવી હોય, આવી કંકોત્રીની તેમણે કલ્પના પણ નહીં કરી હોય, શું છે ખાસ આ કંકોત્રીમાં ? વાંચો આ ખબર

ધ્રુવ નારાયણને લકવા થઈ ગયો. તે સમયે જ્યોતિની ઉમર 13 વર્ષ અને નેહાની 11 વર્ષ હતી. પિતા પથારીવશ બની જતાં ઘરમાં ખાવાના ફાંફા પડવા લાગ્યા, પરંતુ જ્યોતિએ હિંમત ન હારી. જ્યોતિ અને નેહાએ પોતે જ માતા-પિતાનો સહારો બનવાનો નિર્ધાર કર્યો અને પિતાનું બંધ થયેલું કામ સંભાળી લીધું.

ખુમચો બની ગઈ સલૂન

જ્યોતિ અને નેહાએ પાંચ વર્ષ સુધી એટલી મહેનત કરી કે પિતાનો નાનકડો ખુમચો બની ગઈ સલૂન. બંને બહેનોએ શરુઆતના પાંચ વર્ષ બહુ કષ્ટ સહ્યા. લોકો મજાક ઉડાવતા હતાં. એક તરફ પિતાની બીમારીની સારવાર ચાલતી હતી, તો બીજી બાજુ બંને બહેનોને પોતાની સલામતીની પણ ચિંતા હતી. ગામમાં દાઢી બનાવવાનું કામ પુરુષો જ કરતા હતાં, પણ ગામના લોકોએ વિચાર્યુ નહોતું કે ગામમાં કોઈ છોકરી પણ આ કામ કરશે.

જ્યોતિએ જણાવ્યું, ‘આ કામ માટે મારે પોતાનું આખું ગેટ-અપ ચેંજ કરવુ પડ્યું. બૉયકટ વાળ કરાવ્યા, છોકરા જેવા કપડાં પહેર્યા અને અહીં સુધી કે નામ પણ બદલી લીધું. પછી તો લોકોને પણ લાગવા લાગ્યું કે હું છોકીર નહીં, પણ છોકરો છું. ધીમે-ધીમે લોકો દુકાન પર આવવા લાગ્યાં. હવે અમે રોજ દરરોજના 400 રૂપિયા સુધી કમાઈ લઇએ છીએ.’

જ્યોતિ અન નેહા આ કમાણીથી એક તરફ પિતાની સારવાર કરાવી રહી છે, તો બીજી તરફ ઘરનો ખર્ચ પણ વહન કરી રહી છે. હવે બંનેની ઇચ્છા છે એક બ્યૂટી પાર્લર ખોલવાની કે જેથી પરિસ્થિતિ વધુ સુધરે.

[yop_poll id=484]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">