જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની 12 કરોડ રૂપિયાની સંપતિ EDએ કરી જપ્ત

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની (Farooq Abdullah) સામે EDએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ કૌભાંડ કેસમાં EDએ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની 12 કરોડ રૂપિયાની સંપતિ EDએ કરી જપ્ત
Farooq Abdullah (File Image)

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની (Farooq Abdullah) સામે EDએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ કૌભાંડ કેસમાં EDએ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ED દ્વારા જેકે ક્રિકેટ એસોસિએશનના ભંડોળ કૌભાંડમાં 2 મકાનો, 3 પ્લોટ અને ફારૂક અબ્દુલ્લાને લગતી સંપત્તિ સહિત કુલ 12 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની 8 કલાક સુધી મેરેથોન ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

 

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાના જેકે ક્રિકેટ એસોસિએશનના ભંડોળ કૌભાંડમાં ED દ્વારા કબજે કરેલી એક સંપત્તિ શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત છે. આ ઉપરાંત શ્રીનગરના રેસિડેન્સી રોડ વિસ્તારમાં એક કોમર્શીયલ પ્રોપર્ટી પણ છે. ઈડીનું કહેવું છે કે 2005થી લઈ 2011 સુધી JKCAને BCCI તરફથી 109.78 રૂપિયાની કુલ ધનરાશિ પ્રાપ્ત થઈ. આ દરમિયાન 2006થી જાન્યુઆરી 2012 સુધી ફારૂક અબ્દુલ્લા JKCAના અધ્યક્ષ હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati